સુરત : SD જૈન મોર્ડન સ્કૂલ ખાતે ફી બાબતે વાલીઓનો હોબાળો, સંચાલકોએ પોલીસ બોલાવી

0
7

સુરત. શહેરના વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન મોર્ડન સ્કૂલમાં ફી બાબતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેથી સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ બોલાવી હતી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સાંજ સુધીમાં જવાબ આપવાનું કહેતા હાલ વાલીઓ જવાબની રાહ જોઈ રહ્યા છે.

10 દિવસથી સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે દબાણ

વાલીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી સ્કૂલમાં ફી બાબતે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસના વોટ્સએપ ગ્રુપમાંથી પાણ કાઢી નાખવામાં આવ્યા છે. અમે FRC પ્રમાણે ફી ભરવા તૈયાર છીએ. અગાઉના વર્ષની પણ FRC મુજબની ફી ભરીશું. જોકે, છેલ્લા 10 દિવસથી સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવી રહ્યું છે.

પોલીસ સાથે સંચાલકો સામે આવ્યા

વાલીઓએ વુધમાં જણાવ્યું હતું કે, આજે સવારથી 100 જેટલા વાલીઓ ફીને લઈને સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. વરસતા વરસાદમાં વાલીઓ સોશિયલ ડિસ્ટ્ન્સ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્રણ કલાક થવા થતા કોઈ સંચાલક, ચેરમેન મળવા આવ્યા ન હતા. દરમિયાન સંચાલકોએ પોલીસ બોલાવી લીધી હતી. ત્યારબાદ પોલીસ સાથે સંચાલકો સામે આવ્યા હતા. દરમિયાન વાલીઓએ FRC પ્રમાણે ફી ભરવા તૈયાર થતા મેનેજમેન્ટે સાંજ સુધીમાં જવાબ આપવાનું જણાવ્યું છે.

આ વર્ષ નહીં ત્રણ વર્ષથી ફી ન ભરનારા વાલીઓને કહેવાયું

એસ. ડી. જૈનના હેડ ચેતનભાઈએ કહ્યું હતું કે, આ વર્ષની ફીની માંગ નથી કરવામાં આવી. પરંતુ અગાઉના ત્રણ વર્ષથી ફી ન ભરનારા વાલીઓને ફી માટે કહેવાયું હતું. FRCના નિમયો અને હાઈકોર્ટમાં કેસ ચાલતા હોય તેમણે સૂચવેલી ફી ભરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ વાલીઓએ વિરોધ કર્યો છે. હાલ તેમની સાથે વાતચીત ચાલી રહી છે. જેનો વહેલીતકે નિવેડો લાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here