ડેબ્યૂ : પરેશ રાવલનો દીકરો આદિત્ય ‘બમફાડ’ ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ કરશે

0
4

મુંબઈ. પરેશ રાવલનો દીકરો આદિત્ય રાવલ એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ Zee5 પર 10 એપ્રિલના રોજ આદિત્ય રાવલની ફિલ્મ ‘બમફાડ’ સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મને રંજન ચંદેલે ડિરેક્ટ કરી છે. રંજન આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. ફિલ્મમાં આદિત્યની સાથે ‘અર્જુન રેડ્ડી’ ફૅમ શાલિની પાંડે છે. શાલિની પણ આ ફિલ્મથી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે.

અલ્હાબાદના બેકડ્રોપ પર આધારિત

ફિલ્મ અલ્હાબાદ (હાલમાં પ્રયાગરાજ)ના બેકડ્રોપ પર આધારિત છે. ફિલ્મમાં આદિત્યે નસીર જમાલનો રોલ પ્લે કર્યો છે, જ્યારે શાલિનીએ નીલમની ભૂમિકા ભજવી છે. અનુરાગ કશ્યપે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયામાં શૅર કર્યું હતું.

એક્ટિંગ ડેબ્યૂ પર આદિત્યે કહ્યું હતું, મને આનંદ છે કે મને આ પ્રકારની રોમાંચક ફિલ્મમાં કામ કરવાની તક મળી. જોકે, ફિલ્મની યુએસપી લવસ્ટોરી છે. હું ઈન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે મારી ઓળખ બનાવવા ઈચ્છું છું. નસીર જમાલનો રોલ પ્લે કરીને કરિયરની શરૂઆત કરી રહ્યો છું. ફિલ્મની સ્ક્રિપ્ટ મને ઘણી જ પસંદ આવી હતી. આશા છે કે મોટી સંખ્યામાં ચાહકો આ ફિલ્મને જોશે. હું દર્શકોનું રિએક્શન જાણવા માટે ઉત્સુક છું.

શાલિની પાંડે યશરાજ બેનરની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ‘બમફાડ’માં શાલિનીએ 24 વર્ષીય નીલમનો રોલ પ્લે કર્યો છે. શાલિનીએ ફિલ્મને લઈ કહ્યું હતું કે ફિલ્મની સ્ટોરી ઘણી જ સારી છે. તેને નવા નવા રોલ પ્લે કરવા પસંદ છે.

ડિરેક્ટર રંજન ચંદેલે કહ્યું હતું, ‘બમફાડ’ દિલને સ્પર્શી લેતી વાર્તા છે. આદિત્ય તથા શાલિનીએ બખૂબી રોલ પ્લે કર્યો છે. કાસ્ટિંગ ડિરેક્ટર તરણ બજાજ તથા મેં અનેક અનુભવી કલાકારોનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમાંથી આદિત્ય તથા શાલિની જ પર્ફેક્ટ લાગ્યાં. બંનેની જોડી એકદમ ફ્રેશ છે. આ સમયે આપણે મહામારીનો સામનો કરી રહ્યાં છે. મને લાગે છે કે આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરીને અમે વધુ દર્શકો સુધી પહોંચી શકીશું. નોંધનીય છે કે આ ફિલ્મમાં આદિત્ય રાવલ તથા શાલિની પાંડે ઉપરાંત વિજય વર્મા તથા જતિન સરના પણ છે.

પરેશ રાવલે પોસ્ટર શૅર કર્યું

પરેશ રાવલે સોશિયલ મીડિયામાં દીકરાની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, તમારા લોકોનો પ્રેમ તથા આર્શીવાદ જોઈએ. મારા દીકરાની ફિલ્મ જરૂર જોજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here