Wednesday, September 22, 2021
Homeપરિણીતીએ ઈજા બાદ કર્યું કમબેક
Array

પરિણીતીએ ઈજા બાદ કર્યું કમબેક

મુંબઈ: પરિણીતી ચોપડાએ તેની ઈજા બાદ ફરી શુટિંગ શરૂ કર્યું છે. બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિક ‘સાઈના’ની ટ્રેઈનિંગ દરમ્યાન પરિણીતીની ગરદન પર ઈજા થઈ હતી. ડોકટરે તેને ઓછામા ઓછુ એક અઠવાડિયુ આરામ કરવાની સલાહ આપી હતી. જો કે ઈન્જરીના દસ દિવસ બાદ પરિણીતીએ ફરી શુટિંગ શરૂ કરી દીધુ છે. આ શુટિંગ માટે તે ગઈકાલે આઠ કલાક સુધી બેડમિન્ટન રમી હતી.

શુટિંગ કરવા પહેલા આ વિશે વધુ જણાવતા પરિણીતીએ કહ્યુ હતુ કે ‘આ એકદમ સાચી માહિતી છે. હું એકદમ ફિટ છું અને ફરી બેડમિન્ટન રમવા માટે તૈયાર છું. ‘સાઈના’ની ટીમ અને મેડિકલ ટીમના સપોર્ટને કારણે હુ ખૂબ જ જલદી સાજી થઈ ગઈ છું. આ ઈન્ટેન્સ શુટિંગ શેડયુલ માટે હું એકદમ પોઝિટીવ છું કારણ કે એ માટે મારે આઠ-દસ કલાક સુધી રમવાનુ છે. મને ખુશી છે કે હું એકદમ ફૂલ ફીટ થઈને આવી છું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments