Saturday, September 25, 2021
Homeસંસદની કાર્યવાહી અટકી : PM મોદીએ કહ્યું- વિપક્ષ સંસદ ચાલવા દેતુ નથી
Array

સંસદની કાર્યવાહી અટકી : PM મોદીએ કહ્યું- વિપક્ષ સંસદ ચાલવા દેતુ નથી

પેગાસસ સ્કેન્ડલ અને કૃષિ કાયદાના મુદ્દાને લઈને સંસદ સત્રની કાર્યવાહી સતત અટકી રહી છે. કોશિશ છતાં સરકાર અને વિપક્ષ વચ્ચેની ગેરસમજ દૂર થઈ નથી. મંગળવારે સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ સંસદને ચાલવા જ દેતુ નથી. તે સંસદ, બંધારણ અને દેશના લોકોનું અપમાન છે. આ પહેલા 27 જુલાઈએ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું હતું કે આ પાર્ટી સંસદને ચાલવા જ દેતી નથી.

તેમણે કહ્યું હતું કે કોવિડ-19 પર બેઠક બોલાવવામાં આવી તો કોંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને પક્ષોને આવવાથી પણ રોક્યા હતા. પીએમ મોદીએ બીજેપી સાંસદોને આગ્રહ કર્યો હતો કે તે કોંગ્રેસ અને વિપક્ષના આ કાર્યને લોકો અને મીડિયા સામે એક્સપોઝ કરે. પીએમએ સાંસદોને કહ્યું કે આઝાદીના 75 વર્ષ પુરા થવાના પ્રસંગે 75 ગામમાં જાવ, 75 કલાક રોકાવ. ગામમાં દેશની ઉપલબ્ધીઓ, દેશની આઝાદીની તમામ ચીજો વિશે જણાવો. આ માટે નાના-નાના ગ્રુપમાં જાવ. તેમણે કહ્યું હતું કે એ સુનિશ્ચિત કરવું પડશે કે આઝાદીના 75 વર્ષનો આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ બનીને ન રહી જાય. આ કાર્યક્રમમાં દેશના દરેક લોકોની ભાગીદારી હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાઓના મુદ્દે બંને ગૃહોની કાર્યવાહીમાં સતત અડચણ આવી રહી છે. સરકાર અને વિપક્ષ વચ્ચેનો મતભેદ દૂર થઈ રહ્યો નથી. ઓગસ્ટ મહિનાના પ્રથમ વર્કિંગ ડે એટલે કે સોમવારે પણ કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સંસદ સત્ર 19 જુલાઈથી શરૂ થયું છે. જોકે વધુ સમય વિપક્ષના સાંસદોના હંગામા અને વિરોધમાં બગડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments