સંસદ – લોકસભામાં આજે ત્રિપલ તલાક બિલ પર ચર્ચા, ભાજપે સાંસદોને વ્હિપ જાહેર કર્યો

0
28

  • મોદી સરકારે 21 જૂને ત્રિપલ તલાકનું નવું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું
  • ફેબ્રુઆરીમાં ત્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં અટક્યું હતું

નવી દિલ્હી: લોકસભામાં ગુરુવારે ત્રિપલ તલાક બિલ પર ચર્ચા પછી તેને પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે તેમના સાંસદો માટે વ્હિપ જાહેર કર્યો છે અને ચર્ચા અને દલીલો દરમિયાન તેમને સંસદમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. બિલમાં એક સાથે ત્રણ વાર તલાક બોલીને ડિવોર્સ આપવાને (તલાક-એ-બિદ્દત)ને ગુનો ગણાવવામાં આવ્યો છે અને તે સાથે જ દોષિતને જેલની સજા આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંસદના પહેલા સત્રમાં 21 જૂને સૌથી પહેલું બિલ ત્રિપલ તલાકનું રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સહિત અને અન્ય વિપક્ષ પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારપછી વોટિંગ કરવામાં આવ્યું હતું. સરકારે પહેલા કાર્યકાળમાં ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ કરાવી લીધું હતું પરંતુ રાજ્યસભામાં બહુમતી ન હોવાના કારણે ત્યાં આ બિલ અટક્યું હતું. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, નવા બિલે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા અધ્યાદેશનું સ્થાન લીધું છે. જાવડેકરે આશા વ્યક્ત કરી છે કે, આ વખતે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here