સંસદ : PM મોદીએ બાળક સાથે ફોટો પોસ્ટ કર્યો, કહ્યું-આજે મને મળવા ખાસ દોસ્ત આવ્યો

0
40

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઓફિસમાં દરરોજ મહેમાનો સાથે મુલાકાત કરતા રહે છે, આ મહેમાનોમાં વિદેશી પ્રમુખથી માંડી મોટી હસ્તીઓ પણ સામેલ હોય છે. પરંતુ મંગળવારે તેમનો એક ખાસ મહેમાન મળવા આવ્યો હતો, જેની ક્યૂટ તસવીરો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. વડાપ્રધાન આ તસવીરોમાં એક નાના બાળક સાથે રમતા જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરોને શેર કરતા વડાપ્રધાને કેપ્શન લખ્યું કે, આજે સંસદમાં એક ખાસ મિત્ર તેમની મુલાકાત માટે આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ અવાર નવાર સામે આવે છે. 15 ઓગસ્ટે લાલકિલ્લા પર ભાષણ દરમિયાન પ્રોટોકોલ તોડીને બાળકોને મળવા માટે પહોંચી જવું તે તેમની બાળકો પ્રત્યેની નિર્દોષ લાગણી દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ મંગળવારે તેમને ઘણા ફોટો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. આ ફોટાના કેપ્શનમાં લખ્યું કે, આજે સંસદમાં મને મળવા માટે એક નાનકડો મહેમાન આવ્યો હતો. આ બાળક રાજ્યસભા સાંસદ સત્યનારાયણ જટિયાના દીકરા રાજકુમારનો છે. મોદીએ પણ બાળકને રમાડતા રમાડતા કહ્યું કે, મોટો થઈને સાંસદ બનજે અને તારા દાદાની જેમ દિલ્હી આવજે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here