Monday, September 20, 2021
Homeઉન્નાવ કેસને લઈને સંસદમા હંગામો, કોંગ્રેસે કહ્યું એક તરફ રામની પ્રતિમા લાગે...
Array

ઉન્નાવ કેસને લઈને સંસદમા હંગામો, કોંગ્રેસે કહ્યું એક તરફ રામની પ્રતિમા લાગે છે ને બીજી તરફ સીતા મૈયાને સળગાવાય છે

લોકસભામા શુક્રવારે ઉન્નાવ રેપકાંડને લઈને ખુબ હંગામો થયો હતો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે યુપીમા એક તરફ રામની મૂર્તિ લગાવી છે. ત્યારે સીતા મૈયાને સળગાવવામા આવી રહી છે. આ મુદ્દા પર કોંગ્રેસ સહિત અન્ય દળના નેતાઓ આ ઘટનાની નિંદા કરી છે. સાંસદોએ રેપના આરોપી ઝડપથી પકડવાની માંગ કરી છે.

આ પૂર્વે સંસદના શિયાળા સત્રમા કોંગ્રેસે ઉત્તર પ્રદેશમા કાનુન વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થગન પ્રસ્તાવ માટે નોટીસ આપી હતી.કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરીએ અને પાર્ટીના સચેતક કે. સુરેશે યુપીની કાયદા અને વ્ય્વસ્થાની સ્થિતિને લઈને સ્થગન પ્રસ્તાવ પર નોટીસ આપી હતી. બીજી તરફ રાજયસભામા કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ સાંસદ ફંડ ફાળવણી લઈને શૂન્ય કાળમા નોટીસ આપી હતી

આ ઉપરાંત ડુંગળીના વધતા ભાવોને લઈને તૃણમૂલ કોંગ્રેસેના સાંસદોએ સંસદ ભવન પરિસરમા દેખાવો કર્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments