ન્યુઝીલેન્ડમાં ચાલુ સંસદે ખૂદ સ્પીકરે સાંસદના રડતાં બાળકને દૂધ પીવડાવ્યું

0
49

ન્યૂઝીલેન્ડના સંસદનું દ્રશ્ય તે દિવસે અલગ હતું, કારણ કે સાંસદો વચ્ચે દેશમાં જોડાયેલા કોઇ ગંભીર મુદ્દા પર ચર્ચા થઇ રહી નહોતી, પરંતું તે બાળકની વાત કરી રહ્યાં હતા જે મહેમાન બનીને આવ્યાં હતા. અહીં સાંસદનું નાનું બાળક મહેમાન બનીને આવ્યું હતું, જેને સાંસદ પોતાની પેટરનિટી લીવ બાદ સદનમાં લઇને આવી હતી.

આ બાળક એક સાંસદના હાથમાંથી બીજા સાંસદ અને ત્યારબાદ સ્પીકર પાસે પહોંચ્યું હતું. જો કે સંસદમાં ચર્ચા શરૂ થઇ ત્યારે સ્પીકર ટેવર મેલાર્ડે તેની બેબીસિટિંગની જવાબદારી સંભાળી લીધી. તેઓ બાળકને બોટલ દ્વારા દુધ પીવડાવતા રહ્યા. આ બાળક સાંસદ તમાટી કોફેનું છે, જેઓએ ગે મેરેજ કર્યાં હતા.

આ ફોટાને સ્પીકરે ટવિટ કર્યો હતો. જેમાં લખ્યું કે ‘સ્પીકરની ખુરશી માત્ર પ્રિસાઇડીંગ ઓફિસર જ ઉપયોગ કરે છે, પરંતુ આજે એક વીઆઇપી મારી સાથે આ ખુરશી પર બેઠા’ ન્યૂઝીલેન્ડની સંસદના સ્પીકરે સાંસદ અને તેમની પત્નીને આ નવા મહેમાનના આગમન પર શુભેચ્છા પાઠવી.

બાળકના આવવાથી સંસદનું વાતાવરણ ઘણુ ખુશનુમા થઇ ગયું હતું અને સાંસદોએ તેમની સાથે પડાવેલા ફોટાને ટવિટર પર શેર પણ કરી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડનનો ત્રણ મહીનાનો દિકરો સંયુક્ત રાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. જ્યારે તે પોતાના પ્રથમ ભાષણ દરમિયાન લઇને ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here