સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને કારણે પાર્થ સમથાને સિરિયલ છોડી, પરંતુ ફિલ્મમાં કામ કરવા માટે ફી નહિ લે

0
8

ટૂંક સમયમાં પોપ્યુલર ટીવી એક્ટર પાર્થ સમથાન મોટા પડદે દેખાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્થે સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સાઈન કરી છે અને આ જ કારણે તેણે એકતા કપૂરનો શો ‘કસોટી જિંદગી કે 2’ને ગુડબાય કહ્યું છે. સૌથી ખાસ વાત તો એ છે કે, પાર્થ આ ફિલ્મ માટે એક પણ રૂપિયાની ફી નહિ લે.

એક્ટર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, પાર્થ છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોની દુનિયામાં પગ મૂકવાના પ્રયત્ન કરી રહ્યો હતો જો કે તે સફળ ન થયો. આ દરમિયાન તેને એકતા કપૂરની સિરિયલની ઓફર આવી અને તેણે સ્વીકારી લીધી. શો દરમિયાન જ પાર્થે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ઓડિશન આપ્યું હતું, કેટલાક મહિના પછી ભણસાલીની ટીમ તરફથી કન્ફર્મેશન આવી ગયું. તેના કરિયર માટે આ બહુ મોટી વાત છે, પાર્થે ફી લેવાની પણ ના પાડી દીધી.

વધુમાં સૂત્રોએ જણાવ્યું કે, ‘સંજય લીલા ભણસાલીએ બોલિવૂડમાં તેમની અલગ જ ઓળખ ઊભી કરી છે. ઘણા એક્ટર્સ તેમની સાથે કામ કરવાના સપનાં જોતા હોય છે, પાર્થ પણ તેમાંથી એક છે. એટલે સ્વાભાવિક વાત છે કે તેને હાલ આ મોકો મળ્યો છે તો તેને ખોવા માગતો નથી.’

નાનો પણ મહત્ત્વનો રોલ હશે

‘જ્યારે ભણસાલીની ટીમે પાર્થ સામે રૂપિયાની વાત કરી ત્યારે તેણે ફી લેવાની ના પાડી અને કહ્યું કે સંજય લીલા ભણસાલીના બેનર સાથે જોડાવવું એ જ એક મોટી વાત છે. એવું સાંભળવા પણ મળ્યું છે કે, ફિલ્મમાં પાર્થનો રોલ નાનો પણ મહત્ત્વનો રોલ હશે.’

આલિયા લીડ રોલમાં છે

આ ફિલ્મ હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત હશે, જેમાં મુંબઈમાં વેશ્યાગૃહ ચલાવતી મહિલા ગંગુબાઈ કાઠિયાવાડીની સ્ટોરી દેખાડવામાં આવશે. ગંગુબાઈને 16 વર્ષની ઉંમરમાં તેના પિતાના અકાઉન્ટન્ટથી પ્રેમ થઇ જાય છે અને તેની સાથે ભાગીને મુંબઈ આવી જાય છે, પરંતુ તે વ્યક્તિ તેને 500 રૂપિયામાં એક વેશ્યાગૃહમાં વેચી દે છે. ત્યારબાદ તે વેશ્યાગૃહને સંભાળે છે.

https://www.instagram.com/p/B7U1CVqlAmr/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here