કસૌટી જિંદગી કે : પાર્થ સમથાનના કો-સ્ટાર્સ કરણ પટેલ, આમના શરીફ સહિતના કલાકારોનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ

0
10

મુંબઈ. ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કે’ના લીડ એક્ટર પાર્થ સમથાનનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેટ પરના તમામ એક્ટર્સ, કાસ્ટ તથા ક્રૂના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. પૂજા બેનર્જી, કરન પટેલ, આમના શરીફ તથા શુભાવી ચોક્સેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કરણ પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે તેનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરને તમામ લોકોને સલામત રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો હળવા લક્ષણો પણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

સિરિયલમાં પાર્થની માતાનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ શુભાવી તથા કોમોલિકા બનતી આમનાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. પાર્થની બહેન બનતી પૂજા બેનર્જીએ સોશિયલ મીડિયામાં પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણ કરી હતી.

કરણ પટેલ હાલમાં જ સિરિયલ સાથે જોડાયો છે. કરણ આ સિરિયલમાં મિસ્ટર બજાજનો રોલ પ્લે કરી રહ્યો છે. તે છેલ્લાં ત્રણ દિવસથી સેટ પર જતો નહોતો. એક્ટરે કહ્યું હતું કે તેણે તથા તેના પરિવારે માત્ર સાવધાની ખાતર કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેણે હજી સુધી પાર્થ સાથે એક પણ સીન શૂટ કર્યો નથી.

પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૂટિંગ અટકાવવામાં આવ્યું

પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. સેટ પર 30 લોકો હાજર હોય છે અને આ તમામના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં અને ત્યારબાદ સેટ સેનિટાઈઝ પણ કરાવવામાં આવ્યો હતો.

12 જુલાઈએ પાર્થે કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી

સિરિયલમાં અનુરાગ બનતા પાર્થે રવિવાર, 12 જુલાઈના રોજ કહ્યું હતું કે તેનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ છે.

https://www.instagram.com/p/CCilMhUHiYq/?utm_source=ig_embed

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here