Tuesday, September 21, 2021
Homeઅર્નબ ગોસ્વામી સાથેની વોટ્સએપ ચેટ વાઈરલ થયા પછી પાર્થો દાસ ગુપ્તાની તબિયત...
Array

અર્નબ ગોસ્વામી સાથેની વોટ્સએપ ચેટ વાઈરલ થયા પછી પાર્થો દાસ ગુપ્તાની તબિયત લથડી, જે.જે હોસ્પિટલમાં દાખલ; બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ

તલોજા જેલમાં બંધ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના પૂર્વ સીઈઓ પાર્થો દાસ ગુપ્તાની તબિયત બગડ્યા પછી તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પછી તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેમને અંડર ઓબ્ઝર્વેશમાં રાખવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, શુક્રવારથી પાર્થ દાસ ગુપ્તા અને અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ વાઈરલ થઈ છે.

સુપ્રીમ કોર્ટેના વકીલ પ્રશાંત ભૂષણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે, જેમાં તેમણે એક વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જો આ સ્ક્રીનશોટ સાચો છે તો રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે અને ફેક TRP કૌભાંડ મામલે નવો વળાંક આવી શકે છે.

હકીકતમાં શુક્રવારે પ્રશાંત ભૂષણના વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આમાંનું એક નામ છે અર્નબનું જોવા મળી રહ્યું છે, જ્યારે બીજું નામ પાર્થો દાસગુપ્તાનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દાસગુપ્તા બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે BARCના 2013થી 2019ની વચ્ચેના CEO હતા. ફેકTRP કૌભાંડમાં તેની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. BARC એ એક સંસ્થા છે, જે 45 હજાર ઘરોમાં ટેલિવિઝન પર લાગેલા બાર-ઓ-મીટર દ્વારા, દર અઠવાડિયે જણાવે છે કે કઈ ચેનલ કેટલી જોવાઈ રહી છે.

સોશિયલ મીડિયા પોસ્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અર્નબ અને દાસગુપ્તા વચ્ચેની આ વાતચીત 2019માં થઈ હતી. તેને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની પાસે રહેલાં 500 પેજના વ્હોટ્સએપ ચેટનો ભાગ જણાવવામાં આવી રહ્યો છે. જોકે મુંબઈ પોલીસે હજી સુધી આ સ્ક્રીનશોટની પુષ્ટિ કરી નથી.

ચેટના સ્ક્રીનશોટ્સ શું જણાવી રહ્યા છે …

માર્ચ 2019ના વોટ્સએપ ચેટમાં અર્નબને એક વ્યક્તિ કહી રહી છે કે તેઓ PMO દ્વારા મદદ માટે પ્રયાસ કરે. અર્નબ આ બાબતે કહી રહ્યો છે- noted and will happen. આગળ તેઓ લખે છે કે ગુરુવારે તેઓ વડાપ્રધાન સાથે મુલાકાત કરી શકે છે.

એપ્રિલ 2019ના એક સ્ક્રીનશોટ મુજબ, અર્નબ સાથે વાતચીત કરી રહેલી વ્યક્તિ કહી રહી છે કે તે AS સાથે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI પર દબાણ કરવા કહી શકે છે? (અહીં એ સ્પષ્ટ નથી કે AS કોણ છે.)

અર્નબ એવું પણ કહી રહ્યા છે કે આપ તમે ત્રણ પોઈન્ટમાં આ વાત જણાવી શકો છો કે TRAIની કાર્યવાહી રાજનીતિક રીતે કેવી રીતે ASની વિરુદ્ધ જઈ શકે છે.

જુલાઈ 2019માં થયેલા એક ચેટમાં, અર્નબે લખ્યું- ‘પ્લીઝ જુઓ, દર સપ્તાહે મારા પર કેવી અસર થઈ રહી છે. કોઈ રાહત નથી મળી. હવે અમે બ્રેક સ્ટ્રેટેજીની સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ.’

આ તરફ PDGA (માનવામાં આવી રહ્યું છે કે તે પાર્થો દાસગુપ્તા છે) નામની વ્યક્તિનો જવાબ છે, “અર્નબ, જ્યાં સુધી સરકાર મદદ કરશે નહીં, મારા હાથ બંધાયેલા છે.’

ઓગસ્ટ 2019ના ચેટમાં, અર્નબ કહી રહ્યો છે કે તેઓ આવતીકાલે મુંબઇમાં જાવડેકર (કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન)ને મળશે. આ અંગે PGDA મંત્રીને નકામું સમજાવે છે. વધુ વાતચીતમાં, અર્નબ લખે છે કે PMO જુદી જુદી રીતે જોવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બર 2019ના ચેટમાં અર્નબ કહી રહ્યો છે. ‘મે કહ્યું હતું કે NM (તેને નૃપેન્દ્ર મિશ્રા જણાવવામાં આવી રહ્યું છે, જે વડાપ્રધાનના મુખ્ય સચિવ હતા) પીએમઓથી જઈ રહ્યા છે.

ઓક્ટોબર 2019ની વાતચીતમાં PDGA નામની વ્યક્તિ અર્નબને પૂછે છે, ‘આ શું થઈ રહ્યું છે, તને કંઈ ખબર છે?’ જવાબમાં અર્નબ લખી રહ્યો છે, “તેણે ગઈકાલે એનાથી સંબંધિત મુદ્દા શેર કર્યા હતા.”

અર્નબને ફરીથી સવાલ પૂછવામાં આવે છે કે ‘ કોને શેર કરાયા હતા, PMOને કે મંત્રીને ?’ જવાબમાં તેઓ લખે છે – પીએમઓ તરફથી.

ઘણા લોકોએ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે

આ સ્ક્રીનશોટને સોશિયલ મીડિયા પર કેટલાંક ચકાસેલાં અકાઉન્ટ્સ પરથી પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમની વચ્ચે સૌથી મોટું નામ વકીલ પ્રશાંત ભૂષણ છે. તેમણે કહ્યું છે કે આ સ્ક્રીનશોટ બતાવે છે કે આ સરકારમાં કેટલાં કાવતરાં થઈ રહ્યાં છે અને સત્તા સુધી કેવા લોકોની પહોંચ છે. આ દેશના કાયદા હેઠળ તેમને લાંબી જેલ થશે.

1400 પેજની ચાર્જશીટ

આ કેસ ફેક TRP કૌભાંડ સાથે સંબંધિત છે, જે ગત વર્ષે બહાર આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે કેટલીક ચેનલો જાહેરાતો દ્વારા વધુ રૂપિયા કમાવવા માટે TRPમાં હેરાફેરી કરી રહી છે. મુંબઇ પોલીસે 1400 પાનાંની ચાર્જશીટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી છે, જેમાં રિપબ્લિક ઇન ટીવી સાથે સંકળાયેલા સહિત 12 આરોપીનાં નામ છે. આ જ કેસમાં 6 જાન્યુઆરીએ બોમ્બે હાઈકોર્ટની સુનાવણીમાં મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે તેમને રિપબ્લિક ટીવી અને તેના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામી વિરુદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments