સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરી માં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓનો વય મર્યાદા ને લઇને નિવૃત્ત થતાં સાથી કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો .
પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરી ના વિશાલ સભા ખંડમાં તારીખ ૨૯|૬|૨૦૧૯ ને શનિવાર ના રોજ તાલુકા પંચાયત માં જુદી-જુદી શાખાઓમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ કે જેવો સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદા ને લઇને નિવૃત્ત થતાં તેવોનો વિદાય સમારંભ સાથી કર્મચારીઓ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેશભાઇ એચ.દવે , વિસ્તરણ દેવુસિંહ મકવાણા તેમજ ગ્રામ સેવક ખેતી વાડી વિભાગ માં ફરજબજાવતા એસ.ડી કટારા ત્રણેય અધિકારીઓ વય મર્યાદા ને લઇને નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં નિવૃત્ત થઈ રહેલ ત્રણેય કર્મચારીઓને શાલ , શ્રીફળ તેમજ સાકર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું તો ઉપસ્થિત પરિવાર ના સભ્યો નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે તાલુકા પંચાયત માં ફરજ બજાવતા કર્મચારી કિર્તિભાઇ પટેલ ને બઢતી મળી હિંમતનગર ખાતે બદલી થતાં તેવોનુ પણ સાથી કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો ત્રણેય કર્મચારીઓ ભાવૃક બની ગયેલા નજરે પડયા હતાં તો કચેરી ના કર્મચારીઓ તથા વિવિધ ગામોના તલાટી કમ મંત્રી ઓની મંડળ ના પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં તો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી જે.એચ.કાપડીયા , તાલુકા પંચાયત ના પ્રમુખ બેચરસિંહ રાઠોડ , ઉપપ્રમુખ રામસિંહ , કારોબારી અધ્યક્શ કૌશિકભાઇ પટેલ , તલાટી મંડળ ના પ્રમુખ મકવાણા રણજીતસિંહ રામસિંહ તથા કર્મચારીઓ , તલાટીઓ સહિત ત્રણેય નિવૃત્ત થઇ રહેલ કર્મચારીઓના સ્નેહીજનો મિત્રો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કરમણભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું .
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા