Tuesday, September 21, 2021
Homeપાર્ટનરશિપ : ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે દેશની મુખ્ય ટેલિકોમ કંપની જિયો સાથે...
Array

પાર્ટનરશિપ : ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે દેશની મુખ્ય ટેલિકોમ કંપની જિયો સાથે પાર્ટનરશિપ

MG મોટરે ઇન્ડિયન માર્કેટમાં તેના વાહનોને વધુ સારા અને એડવાન્સ કનેક્ટેડ કાર ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે દેશની મુખ્ય ટેલિકોમ કંપની જિયો સાથે પાર્ટનરશિપ કરી છે. હવે આ બંને કંપનીઓ ઇન્ડિયન SUV માર્કેટમાં અત્યાધુનિક ‘કનેક્ટેડ કાર સોલ્યુશન’ લાવવા માટે સાથે મળીને કામ કરશે. MG મોટર ઈન્ડિયાએ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સ્પેસમાં ભારતની અગ્રણી ડિજિટલ સર્વિસિસ પ્રોવાઇડર જિયો સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી છે.

દેશમાં દરેક જગ્યાએ સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે
MG મોટર ઇન્ડિયા ઇન્ડિયન માર્કેટમાં હેક્ટર, હેક્ટર પ્લસ, ગ્લોસ્ટર અને ZS ઇલેક્ટ્રિક SUV જેવાં મોડલ વેચે છે. હવે કંપની તેના આગામી મોડલ માટે Jioની ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સીમલેસ ઈન્ટિગ્રેશન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. કંપનીનો દાવો છે કે, MGની મિડ-સાઇઝ SUV ગ્રાહકોને માત્ર મહાનગરોમાં જ નહીં પણ નાના શહેરો અને ગ્રામ્ય ક્ષેત્રોમાં પણ હાઈ ક્વોલિટી કનેક્ટિવિટી સાથે જિયોની સારી ઇન્ટરનેટ આઉટરિચનો લાભ આપશે.

ભારતની ફર્સ્ટ કનેક્ટેડ SUV હેક્ટર
હાલમાં ઇન્ડિયન માર્કેટમાં નવા વાહનોમાં કનેક્ટેડ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં સુધી MGની વાત છે કંપનીએ તેની SUV હેક્ટરને ઇન્ડિયન માર્કેટમાં ફર્સ્ટ ઇન્ટરનેટ કાર તરીકે રજૂ કરી. જિયોનું આ કનેક્ટેડ વ્હીકલ સોલ્યુશન હાર્ડવેર, સોફ્ટવેર અને કનેક્ટિવિટીનું કોમ્બિનેશન છે, જે યુઝર્સને ચાલતા વાહનો અને લોકોને ટ્રેડિંગ ઇન્ફોટેનમેન્ટ અને રિયલ ટાઇમ ટેલિમેટિક્સ સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે.

ડ્રાઇવિંગનો અનુભવ વધુ સરળ અને અનુકૂળ રહેશે
MG મોટર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ ચાબાએ જણાવ્યું કે, ‘ટેક્નોલોજી અને ઇનોવેશન ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં કનેક્ટેડ કાર સ્પેસને લીડ કરી રહ્યા છે. સોફ્ટવેર ડ્રિવન ડિવાઇસિસ પર ફોકસ વધવાનો ટ્રેન્ડ જોવામાં આવી રહ્યો છે અને IoT સ્પેસમાં જિયો સાથે પાર્ટનરશિપથી એ સુનિશ્ચિત કરશે કે અમારી આગામી મિડ-સાઇઝ કનેક્ટેડ SUVથી ડ્રાઇવિંગ એક્સપિરિયન્ટ વધુ સરળ અને અનુકૂળ રહેશે. આ ગ્રાહકોને ટેક્નોલોજી સપોર્ટેડ સિક્યોરિટી પૂરી પાડશે.

MG મોટરે ઇન્ડિયન માર્કેટમાં તેના વાહનોમાં કેટલાક ખાસ ફીચર્સનો સમાવેશ કર્યો હતો, જે પહેલીવાર જોવા મળ્યાં હતાં. ઉદાહરણ તરીકે, ઇન્ટરનેટ/કનેક્ટેડ કાર, ઓટોનોમસ સ્તર એક ADAS ટેકનોલોજી વગેરે. કંપનીએ તેની પ્રીમિયમ SUV ગ્લોસ્ટરને લેવલ-1 ઓટોમોનસ ફીચર્સથી સજ્જ કરીને માર્કેટમાં ઉતારી હતી.

તેમજ, આ પાર્ટનરશિપના પ્રસંગે જિયોના ડાયરેક્ટર અને પ્રેસિડન્ટ કિરણ થોમસે જણાવ્યું કે, ‘જિયો ઇન્ડિયન યુઝર્સ માટે એડવાન્સ ટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને સેલ્યુશન્સની એક ઇકો સિસ્ટમ બનાવી રહી છે. MG મોટર ઇન્ડિયા સાથેની અમારી પાર્ટનરશિપ આ સફરમાં બીજું મહત્ત્વનું પગલું છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments