પાર્ટનરશિપ : સ્પેસએક્સના સ્ટારલિંક પ્રોજેક્ટે ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી

0
7

સ્ટારલિંકે ભારતમાં ફેબ્રુઆરીથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસનું પ્રી બુકિંગ શરૂ કર્યું છે. હવે કંપનીએ ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી છે. તેથી કંપનીનું કામ વધુ ઝડપી બનશે. સ્ટારલિંક પ્રોજેક્ટમાં કંપની સેટેલાઈટથી કામ કરે છે. તેથી આ સર્વિસ દુનિયાના કોઈ પણ ખુણે ઈન્ટરનેટ આપી શકે છે. કંપનીનો દાવો છે કે સ્ટારલિંકના દુનિયાભરમાં 10,000થી વધારે એક્ટિવ યુઝર્સ છે. સ્ટારલિંક ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીની સેટેલાઈટ સર્વિસ છે. ઈલોન મસ્ક દુનિયાનો બીજો સૌથી ધનિક વ્યક્તિ છે. સાથે જ તે ઈલેક્ટ્રિક કાર બનાવનાર કંપની ટેસ્લાનો CEO છે.

ગૂગલની પાર્ટનરશિપનું મહત્ત્વ
ગૂગલનું હાઈ કેપેસિટી પ્રાઈવેટ નેટવર્ક સ્ટારલિંકના ગ્લોબલ સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસને સપોર્ટ કરે છે. તેમાં ગ્રાહકોને કોઈ પણ બાધા વગર ઈન્ટરનેટ મળે છે. તેમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન સાથે સિક્યોર કનેક્શનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તે આજના મોડર્ન ઓર્ગેનાઈઝેશનની માગ છે. 1500 સ્ટારલિંક સેટેલાઈટને ગૂગલ ક્લાઉડના ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યાં છે.

અન્ય સેટેલાઈટની સરખામણીએ પૃથ્વીથી નજદીક છે સ્ટારલિંક સેટેલાઈટ

સ્પેસએક્સની વેબસાઈટ મુજબ, આ સમયે જ્યારે મોટા ભાગના લોકો ઘરમાં કામ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ લર્નિંગમાં ભાગ લઈ રહ્યા છે. તેવામાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહેલાં કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે. સ્પેસએક્સે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, સ્ટારલિંકના સેટેલાઈટ અન્ય સેટેલાઈટ કરતાં પૃથ્વીથી 60 ગણા વધારે નજદીક છે.

ભારતમાં ફેબ્રુઆરીથી પ્રી બુકિંગ
ભારતમાં સ્ટારલિંકનું પ્રી બુકિંગ ફેબ્રુઆરીથી શરૂ થયું છે. વેબસાઈટના ડેટા પ્રમાણે, સ્ટારલિંક ઈન્ટરનેટ વર્ષ 2022માં ભારતમાં શરૂ થશે. હાલ તેની સર્વિસ ટેસ્ટિંગ ફેઝમાં છે. પ્રી ઓર્ડર દરમિયાન જોવા મળ્યું છે કે સર્વિસ દિલ્હી, બેંગલોર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ જેવા પ્રમુખ શહેરમાં કવર કરશે. જોકે કવરેજ ડિટેલ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તેવામાં યુઝરે બુકિંગ કરતાં પહેલાં તે ચેક કરી લેવું જોઈએ કે તેના વિસ્તારમાં સર્વિસ મળશે કે કેમ.

150Mbpsની સ્પીડ મળશે
સ્ટારલિંક પ્રોજેક્ટ માટે સ્પેસએક્સે પહેલાંથી જ 1000થી વધારે સેટેલાઈટ લોન્ચ કર્યાં છે. હાલ સ્ટારલિંક 50-150 Mbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ આપે છે. ઈલોન મસ્કે કહ્યું હતું કે, અમારું લક્ષ્ય ભવિષ્યમાં 12 હજાર સેટેલાઈટનું નેટવર્ક તૈયાર કરી સ્પીડ 1 Gbps સુધી પહોંચાડવાનું છે.

જિયો સાથે થશે સ્પેસએક્સની ટક્કર
ભારતમાં હાલ ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોનો દબદબો છે. જિયોના 65 કરોડ ઈન્ટરનેટ યુઝર દર મહિને સરેરાશ 12GBનો ડેટા વાપરે છે. તેમ છતાં ગ્રામીણ ક્ષેત્રના યુઝર્સ ખરાબ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી પીડાય છે. મસ્કનો ટાર્ગેટ આ જ વિસ્તારોમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવાનો છે. સ્ટારલિંકની વેબસાઈટ પ્રમાણે, કંપની યુઝર્સની આઈડી, કોન્ટેક્ટ, પ્રોફાઈલ અને ફાઈનાન્શિયલ ડેટા કલેક્ટ કરે છે. સાથે જ તે પર્સનલ ડિટેલ સુરક્ષિત રાખવા માટે તમામ ઉપાય પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here