દહેગામ : ધોધમાર વરસાદ પડતા કેનાલનો ભાગ ધોવાઈ જતા પડેલા ગાબડા

0
85

દહેગામ તાલુકાની બહીયલ પાસે આવેલ નર્મદા કેનાલમા પડેલા ત્રણ મોટા ગાબડા એક ગાબડુ સરકારી તંત્રએ રાતોરાત પુરાવ્યુ પરંતુ બે બાકી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાંથી પસાર થતી નર્મદાની બહીયલ પાસે હનુમાન દાદાના મંદીરની સાઈડમા બે મોટા ગાબડા અને બારીયા જતા પુલ પાસે એક ગાબડુ પડ્યુ હતુ. તે ગઈ કાલે રાત્રે સરકારી તંત્રના અધિકારીઓ જેવા કે મામલતદાર, પ્રાંત અધિકારીઓ અને બહિયલના સરપંચ અને ડે.સરપંચ તથા ગ્રામજનો અને ૬ ટ્રેકટર અને જીસીબી મશીન સાથે રાત્રે  ૫ કલાકથી ભારે જહેમત બાદ પુરી નાખવામા આવ્યુ હતુ.

 

પરંતુ હનુમાનજીના મંદીરના આગળ પડેલા બે મોટા ગાબડા હજી પુરવામા આવ્યા નથી અને  બહિયલ સાઈડમા ભારે ધોધમાર વરસાદ પડવાથી સાઈડનો ભાગ ધોવાઈ જતા બે મોટા મોટા ગાબડા દેખાઈ રહ્યા છે. અને હાલમા વરસાદ ચાલુ હોવાથી જો તાત્કાલિક રીપેરીંગ કરવામા નહી આવે તો કેનાલ તુટવાની પાકી દહેશત વર્તાઈ રહી છે. અને વરસાદ ધોધમાર પડશે તો આ કેનાલનુ ગાબડુ તુટશે તો હાથીજણ અને હિગરાજની મુવાડી બારડોલી ગામ માટે ખતરો ઉભો થાય તેવી પાકી દહેશત છે તો તંત્રએ આ આ બાબત તાત્કાલિક તકેદારીના પગલા ભરે તેવી ઉગ્ર માંગ થવા પામી છે.

  • એક ગાબડુ રાતોરાત સરકારી તંત્રએ પુરાવ્યુ હતુ હજી બે બાકી
  • આ વિસ્તારમા વરસાદ ધોધમાર પડતા કેનાલનો ભાગ ધોવાઈ જતા પડેલા ગાબડા
  • એક ગાબડુ સરકારી તંત્રએ પુરાવ્યુ પરંતુ હજી બે ગાબડા બાકી છે
  • તો આ બે ગાબડા તાત્કાલિક પુરવામા નહી આવે તો જો ધોધમાર વરસાદ પડશે તો આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમા મુકાશે

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here