અરવલ્લી : રાજસ્થાનથી આવી રહેલી યાત્રિકોની બસને ગુજરાતમાં લૂંટવામાં આવી

0
21

રાજસ્થાનથી આવી રહેલાં યાત્રાળુંઓ સાથે બાઈક ચાલકે કંઈક આવું કર્યું કે લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. અરવલ્લી- મોડાસાનાં વોટડા ટોલટેક્સ પરથી યાત્રાળુઓની બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક બાઈક ચાલકે એવું કંઈક કર્યું કે યાત્રાળુંઓ ડરી ગયા હતાં. પોલીસે બાઈક ચાલક સહિત તેનાં સાગરીતો સામે બે ગુના નોંધ્યાં છે.

  • હુમલો કરનાર 15 શખ્સો સામે રાયોટીંગનો ગુનો દાખલ
  • ઓવરટેક કરવા મામલે મારમારી થયાનું આવ્યુ સામે
  • પોલીસે બે ગુના નોંધી તપાસ હાથ ધરી

શું હતી ઘટના?

અમદાવાદ- ઉદેપુર ને.હાઈવે -8 પર રાજસ્થાનથી ગુજરાત તરફ યાત્રાળુની બસ આવી રહી હતી. બસ અરવલ્લી મોડાસાનાં વોટડા ટોલટેક્સ પર પહોંચી હતી. આ દરમિયાન બાઈક ચાલકને સાઈડ આપવા બાબતે બાઈક ચાલકે બસ ચાલક સાથે ઝઘડો કર્યો હતો. તેણે તેનાં 15 જેટલાં સાગરીતોને પણ બોલાવી લીધા હતાં.

બાઈક ચાલકે સાગરીતો બોલાવી કર્યું આવું

બાઈક ચાલક તથા તેને 15 સાગરીતોએ મળીને બસ પર હુમલો કર્યો હતો. 15 જેટલા હુમલાખોરોએ બસનાં કાચ તોડી નાંખ્યા હતા. તેમજ હમલાખોરોએ બસમાં ચઢીને 8 જેટલાંયાત્રાળુ સાથે મારપીટ કરી હતી. જેમાં યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ઉપરાંત યાત્રાળુનાં કિંમતી સામનની લૂંટ પણ હુમલાખોરોએ ચલાવી હતી. મુસાફરોનાં જણાવ્યાં મુજબ તેઓએ રોકડ તથા દાગીનાં મળી અંદાજીત 2 લાખ રુપિયાની લૂંટ ચલાવી હતી.

પોલીસે બે ગુના નોંધ્યા

વોટડા ટોલટેક્સ પાસે બનેલી આ ઘટનામાં ઈજાગ્રસ્ત મુસાફરોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ ઘટનાનાં બે કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ ઘટનામાં 2 ગુના નોંધ્યાં છે. પોલીસે તમામ આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. જ્યારે બીજો ગુનો વાહન ઓવરટેક કરવાનો નોંધ્યો છે.