મુસાફરો રાત્રે મુસાફરી દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ ટ્રેનમાં ચાર્જ નહીં કરી શકે

0
7

મોટાભાગના રેલવે મુસાફરો ટ્રેનમાં ચડતાની સાથે પોતાના મોબાઈલ અથવા લેપટોપને ચાર્જિંગમાં મૂકી દે છે. જો તમને પણ ઘરેથી મોબાઈલ-લેપટોપ ફૂલ ચાર્જ કરીને મુસાફરી કરવાની જગ્યાએ ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટ શોધવાની આદત છે તો હવે તેને બદલવી પડશે. હવે મુસાફરો રાત્રે મુસાફરી દરમિયાન પોતાનો મોબાઈલ ફોન અથવા લેપટોપ ટ્રેનમાં ચાર્જ નહીં કરી શકે. રેલવેના જણાવ્યા પ્રમાણે, આ નિર્ણય ટ્રેનમાં આગ અને ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી દુર્ઘટાને ટાળી શકાય.

ચાર્જિગ માટે નક્કી કરવામાં આવ્યું ટાઈમટેબલ

રેલવેના જણાવ્યા પ્રમાણે, હવે ટ્રેનોમાં મોબાઈલ ચાર્જિંગ માટે ટાઈમટેબલ નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસાર, હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેનાથી રાત્રે મુસાફરી દરમિયાન મોબાઈલ ચોરી, મોબાઈલ ફાટવો અને આગ લાગવા જેવી ઘટનાઓ નહીં સર્જાઈ. આ નિયમને ઘણી ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ આગ એક કોચથી શરૂ થઈ અને જોત જોતાંમાં જ તે 7 કોચ સુધી ફેલાઈ ગઈ. જો કે, આગમાં કોઈ મુસાફરોને નુકસાન નહોતું થયું. આ ઘટનાથી રેલવે સજાગ થઈ ત્યારબાદ હવે રેલવે કડક કાર્યવાહી કરી રહી છે.

એપ્રિલમાં ઘણી સ્પેશિયલ ટ્રેનો દોડાવામાં આવશે

ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા 1 એપ્રિલ 2021થી કેટલાક રૂટ પર નવી ટ્રેનો દોડાવવાની જાહેરાત પણ કરી છે. દેશમાં ફરીથી વધતા કોરોના સંકટને ધ્યાનમાં રાખતા રેલવે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. રેલવેએ ટ્રેનમાં ભીડભાડ રોકવા અને લોકોને સરળતાથી સીટ ઉપલબ્ધ કરાવવા માટે ઘણી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત સમયાંતરે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here