કોરોના ઈન્ડિયા : 2,07,191કેસ : ગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

0
5

નવી દિલ્હી. અત્યાર સુધી દેશભરમાં 2,07,191 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 5,829 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી 1,00,285 દર્દી સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધુ 72,300 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીં 2,465 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 24,586 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે અહીં 200 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. દિલ્હી 22,132 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે અને 556 લોકોના મોત થયા છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં 2287, તમિલનાડુમાં 1091, ગુજરાતમાં 415, પશ્ચિમ બંગાળમાં 396, કર્ણાટકમાં 388, રાજસ્થાનમાં 171, બિહારમાં 104, ઓડિશામાં 141, આંધ્ર પ્રદેશમાં 115, ઉત્તરાખંડમાં 40, આસામમાં 28 અને મિઝોરમમાં 12 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત 641 એવા દર્દી હતા. જેમના રાજ્ય અંગે માહિતી મળી નથી. આ આંકડા covid19india.org પ્રમાણે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 98 હજાર 706 પહોંચી હતા. તેમાંથી 97 હજાર 581 એક્ટિવ કેસ હતા. બીજી બાજુ 95 હજાર 526 દર્દીને સારુ થયું છે. 5598 લોકોના મોત થયા હતા.

અપડેટ્સ

વંદે ભારત મિશન હેઠળ દુબઈથી મંગળવારે રાતે ગોવા પાછી આવેલી સ્પેશ્યલ ફ્લાઈટના પેસેન્જરે એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. જેમાંથી ઘણાએ ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો હતો.

પાંચ રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ અહીંયા મંગળવારે 137 નવા પોઝિટિવ મળ્યા અને 6 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 20, ઈન્દોરમાં 31, નીમચમાં 24, જબલપુરમાં 10 સાગર અને ગ્વાલિયરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 8420 થઈ ગઈ છે. અત્યાર સુધી 5221 દર્દી સાજા થયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા મંગળવારે સંક્રમણના 2287 નવા કેસ સામે આવ્યા હતા. 1225 લોકો સાજા થયા અને 103 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 72 હજાર 300 સંક્રમિત મળ્યા હતા. 26 મેથી 31 મે સુધી દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 43 ટકાથી ઘટીને 35 ટકા થઈ ગયો છે. આ ટ્રેન્ડ પહેલા પણ જોવા મળ્યો હતો.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 368 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા અને 6 દર્દીઓના મોત થયા હતા. સૌથી વધારે 42 સંક્રમિત ગૌતમબુદ્ધનગર જિલ્લામાં મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 8729 લોકો સંક્રમિત થયા છે. જેમાં યુપી પાછા આવેલા 2288 પ્રવાસી શ્રમિક સામેલ છે. સાથે જ 229 દર્દીઓના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં મંદળવારે 151 કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 4096 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે જ આ બિમારીથી રાજ્યમાં 24 લોકોના મોત પણ થયા છે.

રાજસ્થાનઃ અહીંયા મંગળવારે કોરોનાના 272 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. નવા દર્દીઓમાં ભરતપુરમાં 70, જયપુરમાં 42, જોધપુરમાં 44, પાલી અને કોટામાં 13-13 દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 9373એ પહોંચ્યો છે.