જુસ્સો : 85 વર્ષના અભિનેતા ધર્મેન્દ્રએ વોટર એરોબિક્સ કરતો વીડિયો શેર કર્યો

0
0

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ઈન્ટરનેશન યોગા ડે પર સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેઓ સ્વિમિંગ પૂલમાં વોટર એરોબિક્સ કરતા જોવા મળી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં સત્યમ શિવમ સુદરમનું ટાઈટલ ટ્રેક વાગી રહ્યું છે. 85 વર્ષના ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું, મિત્રો આજે ઈન્ટરનેશન યોગા ડે પર જોશ આવી ગયો. મેં સાંજે વોટર એરોબિક્સ કરવાનું શરૂ કર્યું. પાણીના પ્રવાહની વિરુદ્ધ એરોબિક્સ કરવાની મજા આવે છે. આશા છે કે તમને તે ગમશે.

ફેન્સના કમેન્ટ્સનો રિપ્લાય પણ આપ્યો
ધર્મેન્દ્રએ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહેલા ફેન્સને જવાબ પણ આપ્યો. એક ફેને જ્યારે જાંબુની ટોપલીનો ફોટો શેર કરીને લખ્યું, ગુરુદેવ તમારા માટે. તો જવાબમાં ધર્મેન્દ્રએ લખ્યું, કપિલ થેંક્સ. લવ યૂ. મોટા જાંબુ જોઈને મોંમાં પાણી આવી ગયું. બાળપણમાં ચોરી છુપાઈને સરહંદ નહેરના કાંઠે ખાતો હતો. ભગવાનનો આશિર્વાદ બન્યો રહે. હાર્ડ વર્કિંગ અને દિલના સારા વ્યક્તિ. નજર ના લાગે.

તો બીજી તરફ એક યુઝરે અનાજની રોપણીનો ફોટો શેર કર્યો. તેને રિપ્લાય કરતા ધર્મેન્દ્ર ભાવુક થઈ ગયા. તેમણે લખ્યું. ચહલ, ઈચ્છા થાય છે કે હું ખેતરોમાં દોડું, નાચું, ગાવું…અને પછી રોટલી લઈને માતા આવી જાય અને હું ખુશીમાં આવીને આખી રોટલી ખઈ જઉં. લવ યુ જીવતા રહો.

થોડા દિવસો પહેલા જ વોટર એરોબિક્સ શરૂ કર્યું
ધર્મેન્દ્રએ થોડા દિવસ પહેલા જ વોટર એરોબિક્સ કરવાનું શરૂ કર્યું છે. તેમણે 7 જૂનના રોજ સ્વિમિંગ પૂલમાંથી પોતાનો એક વીડિયો શેર કરતાં લખ્યું હતું, મિત્રો તમારા (ભગવાન) આશિર્વાદ અને તમારી પ્રાર્થનાથી મેં યોગ અને હળવા વ્યાયામની સાથે વોટર એરોબિક્સ પણ શરૂ કર્યા છે. સ્વાસ્થ્ય માટે આશિર્વાદ છે. ખુશ રહો, સ્વસ્થ રહો અને સ્ટ્રોન્ગ રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here