દહેગામ : કજોદરા ગામે ગોચર જમીન કૌભાંડ : ગોચર જમીન અન્યને નામે કરતા વકર્યો વિવાદ

0
0

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કજોદરા ગામે રહેતા માજી સરપંચ ડી.સી. ઝાલા ને ૨૫ જેટલા ગ્રામજનોએ લેખિત રજૂઆતો આપીને જણાવ્યું છે કે કજોદરા ગામે પશુઓને ચરાવવા માટે ગ્રામ પંચાયતની ગોચરના સર્વે નંબરોમાં ગામના રબારીઓ ભરવાડ ભાઈઓ અને ગ્રામજનો આ સર્વે નંબર માં ગાયો ભેંસો બકરા ઘેટા ચારતા હતા. અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. પરંતુ આ ગામના સરપંચે તેમજ તલાટી ભેગા મળીને ગોચરના ત્રણ જેટલા સર્વે નંબર એક ખેડૂતના નામે ચડાવી દેતા આ વિવાદ થવા પામ્યો છે.

 

 

દહેગામ તાલુકાના કજોદરાગામે ગોચરની જમીનમાં વકરેલો વિવાદ.
ગોચર ની જમીન અન્ય વ્યક્તિના નામે કરી દેતા વકર્યો વિવાદ.
ગામના નાગરિકો, સરપંચ અને તલાટીએ મળીને વિરોધ નોંધાવ્યો.

(બાઈટ : ડીસી ઝાલા માજી સરપંચ કડજોદરા)

 

ગામના માજી સરપંચે લેખિત રજૂઆત સાથે જણાવ્યું છે કે અમારા કજોદરા ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 835, 1004 નંબરો ગોચરના સર્વે નંબરો ધરાવે છે. તેમાં કજોદરા ગામના સરપંચ અને તલાટીએ આ સર્વે નંબરોમાં ગોલમાલ કરીને અન્ય ખેડૂતોના નામે કરી દેતા આ ગામના માજી સરપંચ ડી.સી. ઝાલા અને ૨૫ જેટલા ગ્રામજનોએ આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અને પોતાની રજૂઆત કરીને જણાવ્યું છે કે કજોદરા ગામમાં ગાયો, ભેંસો, બકરા, ઘેટા તમામ પ્રકારના પશુઓ હોવાથી રબારીભાઈઓ ભરવાડ અને અન્ય ખેડૂતો આ ગોચરની જમીનમાં ગાયો ભેસો ચડાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. ત્યારે આ સર્વે નંબર અન્ય એક વ્યક્તિના નામે વારસાઈ કરી ખોટી એન્ટ્રી પાડી દસ્તાવેજ વારસાઈ કરી નાખતા આ ગામના ગ્રામજનો સરપંચ અને તલાટી પ્રત્યે ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.

કારણકે સરકારી ગોચરની જમીન પશુઓને ઘાસચારો માટે ગોચર સરકાર તરફથી ફાળવવામાં આવે છે અને જો પશુઓના પેટ ઉપર પાટુ મારવામાં આવે તો સરકાર તેના પ્રત્યે યોગ્ય પગલાં ભરવા માટે જવાબદાર છે. તેથી આ ગામના માજી સરપંચ ડી.સી. ઝાલા અને ૨૫ જેટલા ગ્રામજનોએ ભેગા મળીને ગોચર બચાવના ઝુંબેશ શરૂ કર્યા છે. અને આ ખોટા દસ્તાવેજો અને ખોટી એન્ટ્રી પાડીને ગોચરની જમીન પડાવવા ના જે કારસ્તાન રચાયા છે તે કર્મચારીઓને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતો થવા પામી છે. જો આ બાબતે તાત્કાલિક તપાસના ચક્રોગતિમાન કરવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવશે તેવી રજુઆતો થવા પામી છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here