મેઘ મહેર : પાટણમાં 3.5 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, હારીજમાં છાત્રોને લેવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો

0
17

પાટણ: હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યામાં પાટણના સરસ્વતીમાં 3.5 ઈંચ, પાટણમાં દોઢ ઈંચથી વધુ, જ્યારે સિદ્ધપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હારિજમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા પાટણમાં ડેપોમાં ઢીંચણસમા પાણી ભરાતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો શિશુમંદિર સ્કુલ આગળ બેચરાજી બાયપાસ રોડ પર પાણી ભરાતા છાત્રોને લેવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here