પાટણ : ઉભી બજારે યુવક સળગતી હાલતમાં દોડ્યો, યુવકને બચાવવા લોકો પણ દોડ્યા

0
30

પાટણ શહેરમાં આજે એક યુવક પોતાની જાત જલાવીની ઉભી બજારમાં દોડ્યો હતો. સળગતી હાલતમાં રસ્તા પર દોડતા યુવકને બચાવવા માટે આસપાસ હાજર રહેલા લોકો પણ તેની પાછળ દોડ્યા હતા અને આગ બૂઝાવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બનાવની જાણવા મળેલી પ્રારંભિક વિગતો અનુસાર પાટણ શહેરમાં રસ્તા પરના દબાણ મુદ્દે એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકે પોતાની જાત પર કેરોસીન છાંટી આગ ચંપી કરી હતી. બાદમાં યુવક બજારમાં સળગતી હાલતમાં જ દોડી રહ્યો હતો. એક સમયે ભયાવહ માહોલ સર્જાયો હતો અને બજારમાં હાજર લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી.

સળગતી હાલતમાં યુવકને દોડતો જોઇ કેટલાક લોકોએ હિંમત કરી હતી અને તેને બચાવવા માટે તેઓ પણ યુવકની પાછળ દોડી રહ્યાં હતા. આગ ઓલવી શકાય તેવી જે પણ વસ્તુ હાથમાં આવી તે લઇને કેટલાક લોકો એ યુવકની પાછળ દોડ્યા હતા અને આગ ઓલવી હતી. ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here