પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ ફાયનાન્સ 248 કોલેજોમાં પ્રિન્સિપાલ, આસીટન્ટ પ્રોફેસર, લાઇબ્રેરીયન અને પીટીઆઈ મળી 2320 કરાર આધારિત સ્ટાફની ભરતી પ્રકિયા હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ દિવસે 109 કોલેજમાં 992 જગ્યાઓ માટે ઉમેદવારોના એક્સપર્ટો દ્વારા ઇન્ટરવ્યૂ લેવાયા હતા. જેમાં ગુજરાતી સહિતના વિષયોના ફેકલ્ટી માટે નેટ સ્લેટ જેવી ઉચ્ચ ડિગ્રીઓવાળા ક્વોલિફાઇડ ઉમેદવારો હાજર રહેતા એક્સપર્ટ ટીમો માટે પણ પસંદગી કરવા કપરી કસોટી જેવી સ્થીતી થઈ હતી.
યુનિ.માં શનિવારે સેલ ફાયનાન્સ કોલેજોમાં પ્રિન્સિપાલ, આસીટન્ટ પ્રોફેસર, લાઇબ્રેરીયન અને પીટીઆઈની ખાલી પડેલ જગ્યાઓ 11 માસ કરાર આધારિત સ્ટાફની ભરતી માટે 13 અને 14 જુલાઈના રોજ ભરતી પ્રકિયા હાથ ધરાઈ છે. જેમાં પ્રથમ દિવસે હોસ્પિટલ મેનેજમેન્ટ અને એમએસસીઆઈ ભવનમાં 80 એક્સપર્ટની ટિમો દ્વારા બીબીએ, બીસીએ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લાઈબ્રેરી સાયન્સ, કોમ્યુટર સાયન્સ અને પીટીઆઈ ઓલની ફેકલ્ટી માટેની ખાલી પડેલ 992 જગ્યાઓ ભરવા ઇન્ટરવ્યૂ યોજાયા હતા.ઇન્ટરવ્યૂમાં નેટ સ્લેટ કે પીએચડી ડિગ્રી વાળા પ્રઉમેદવાર ન મળે તો માસ્ટર ડિગ્રી પર પણ સ્ટાફની કરાર આધારિત ભરતી કરાય છે. ગુજરાતી વિષયમાં પ્રોફેસર માટે હાજર રહેલા ઉમેદવારો પૈકી 6 થી વધુ ઉમેદવારો નેટ સ્લેટ પાસ તેમજ અનુભવી હતા. 14 જુલાઈના રોજ 129 કોલેજોમાં MSW, લો, નર્સિંગ, ફઝીયોથેરાપી, બીએડ એમએડ વિષયના 1328 ફેકલ્ટીની જગ્યા માટે ઇન્ટરવ્યૂ યોજાયા બાદ પાસ થયેલા ઉમેદવારનું સિલેક્શન કરી કોલેજોને મોકલાશે તેવું ભરતી પ્રકિયા સમિતિના કન્વીનર ડૉ લલિત પટેલે જણાવ્યું હતું.
248 કોલેજોમાં આ સ્ટાફ ભરાશે
172 પ્રિન્સિપાલ
1957 આસીટન્ટ પ્રોફેસર
103 લાઇબ્રેરીયન
88 પીટીઆઈ
Array
પાટણ : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 109 કોલેજમાં 992 જગ્યા માટે ઇન્ટરવ્યુ
- Advertisement -
- Advertisment -