Saturday, September 18, 2021
Homeપાટણ : 31 જુલાઈ પછી વેપારી વેક્સિન લીધા વગરનો ઝડપાશે તો વેપાર-ધંધો...
Array

પાટણ : 31 જુલાઈ પછી વેપારી વેક્સિન લીધા વગરનો ઝડપાશે તો વેપાર-ધંધો નહીં કરવા દેવાય

પાટણમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વેક્સિનની જાગૃતિ અંગે પાલિકા ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું છેકે, શહેરના તમામ વેપારીઓ તથા તેમના સ્ટાફ-કર્મચારીઓએ 31 જુલાઇ સુધીમાં કોરોના વિરોધી રસી લઇ લેવી પડશે. જો 31 જુલાઈ પછી ચેકિંગ દરમિયાન કોઇપણ રસી લીધા વગરનું ઝડપાશે તો તેમને વેપાર કે ધંધો કરવામાં દેવામાં નહીં આવે.

પાટણ શહેરમાં આગામી તા .25 મી જુલાઈને રવિવારે પાટણનાં ત્રણ વેક્સિનેશન સેન્ટરો ભદ્રનાં અર્બન હેલ્થ સેન્ટર –1 , પાટણની જનરલ હોસ્પિટલ તથા પાટણની વી.કે. ભુલા હાઇસકૂલ પાસેની વોર્ડ ઓફીસ ખાતેનાં ડોમ ખાતે સવારે 9 થી સાંજે પાંચ વાગ્યા સુધી રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ પાટણનાં વહિવટીતંત્ર દ્વારા યોજવામાં આવી છે. આ અંગેની ચર્ચા કરવા માટે નગરપાલિકા ખાતે પાટણનાં પ્રાંત અધિકારીની પાટણના વેપારી એસોસિએશનનાં વડાઓની બેઠક યોજાઈ હતી. જોકે બેઠક માં બે જ વેપારી ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પ્રાંત અધિકારીએ પાટણનાં વેપારીઓ તથા તેમનાં કર્મચારીઓને દિવસભર બે કે થી વધુ લોકોનાં સતત સંપર્કમાં આવવાનું થતું હોઇ તેઓ કોરોના સંક્રમણ ફેલાવવા માટે સુપરસ્ટેડરની વ્યાખ્યામાં આવી શકે છે. તેથી આ વેપારીઓ માટે આગામી 25 મીને રવિવારે પાટણનાં તમામ વેપારીઓને રસી આપવાનો ખાસ કાર્યક્રમ ડ્રાઇવ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે , પાટણ જિલ્લા કલેક્ટરે કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે જારી કરેલી ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન થાય તે માટે સુચનો બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે.

તેમણે કહ્યું કે , પાટણનાં તમામ વેપારી એસોસીએશનો , કાપડ , અનાજ , દવા , હેરકટીંગ સલુન , વાસણ , સોની , ઝવેરી , ફરસાણ , મિઠાઇ , સહિતા તમામ વેપારીઓને 31 મી જુલાઇ સુધીમાં રસી મુકાવી દેવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તેઓએ રસી નહિં લીધી હોય તો તેઓને વેપાર ધંધા ચાલુ નહિં કરવા દેવાય. તેમણે વેક્સિનેશન સ્થળો અને સમયની જાણકારી આપતાં કહ્યું કે , જેનું અગાઉ વેક્સિનેશન થઇ ચુક્યું છે. તેઓને તેમનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અમને સત્તા આપી છે કે જેની પાસે આવું સર્ટીફીકેટ નહીં હોય તેમનાં ધંધા બંધ કરાવી શકીશું.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસરે પણ સમગ્ર કાર્યક્રમની જાણકારી આપી હતી . બેઠકમાં હોટલ એસો. પ્રમુખ ગૌરાંગ રામી તરફથી રજુઆત કરાઇ છે. પાટણની હોટલોમાં નેપાળી કર્મચારીઓ કામ કરે છે તેઓ પાસે ભારતીય આધારકાર્ડ કે બીજા ઓળખપત્રો ન હોવાથી તેઓને રસી આપી શકાતી નથી. તેમનાં માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે આ ઉપરાંત શાકભાજીનાં વેપારીઓને પણ વેક્સિન મળવી જોઈ એવી પણ રજુઆત થઇ હતી.

આ બેઠક માં પ્રાંત અધિકારી સચિન કુમાર નગર પાલિક ચીફ ઓફિસર પાંચા ભાઈ માળી નગર પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલ,મનોજભાઈ પટેલ, અકલાબેન મોદી, મામલતદાર ચાર્મી બેન પટેલ,ગૌરાંગ ભાઈ રામી, મહાસુખ ભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments