Saturday, September 18, 2021
Homeપાટણ : છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
Array

પાટણ : છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. લાંબા સમય બાદ સમગ્ર રાજય સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. શનિવારની મોડી સાંજથી શરૂ થયેલા વરસાદને પગલે વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે શહેરમાં એક મકાન જમીન ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે.

છેલ્લા ત્રણ દિવસથી અષાઢ મહિનામાં અનરાધાર વરસાદની હેલી સર્જાતા સર્વત્ર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારો જોકે પ્રથમ રેલવે વાળા કોલેજ કેમ્પસ અંડરપાસ બુકડી ગંજી પીર સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત રહેશે. છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે અને ઝાપટા સાથે વરસાદ સર્જાતા જિલ્લામાં ખેડૂતો સહિત આમ પ્રજાજનોમાં અને ખેડુતો માં આનંદની લાગણી જવા મળી હતી .

અંબાજી નેળિયા વરસાદ ના કારણે ધોવાયેલ રસ્તામાં એક કાર ફસાઈ હતી. તો શહેરના મદારસ વિસ્તારમાં આવેલ વગોળ ના પાડા માં આવેલ જર્જરિત મકાન વરસાદ ના કારણે જમીન દોષ થયું હતું .જોકે કોઈ જાનહાની થઈ નહતી તો પાછળ ભાગ માં રહેતા રહીશોને આવણ જવાન માટે ભારે હલકી પડી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા ઉપર એક નજર કરીએ તો શંખેશ્વર 127 , ચાણસ્મા 89,સરસ્વતી 60,સિદ્ધપુર 55,હારીજ 47,પાટણ 46,સમી32,રાધનપુર 30 સાંતલપુર 11 એમ એમ વરસયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments