પાટણ : સિદ્ધપુર માર્કેટયાર્ડમાંથી બે લાખથી વધુનો મુદ્દામાલ થયો જપ્ત

0
6

પાટણ જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુર ખાતે તાજેતરમાં અખાધ ગોળ મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટના હજી માનસપટલ પરથી ભુસાઈ નથી. ત્યાં મંગળવારના રોજ સિદ્ધપુર પોલીસ દ્વારા વધુ એક વખત અખાધ ગોળનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે રૂ.2 લાખ 93 હજાર 650નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ, સિધ્ધપુર પી આઈ ચિરાગ ગોસાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સિદ્ધપુર શહેરના માર્કેટ યાર્ડની દુકાન નંબર 110માં અખાધ ગોળનો જથ્થો ટ્રકમાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે જેતપુર સહિતની ટીમે સિદ્ધપુર માર્કેટ યાર્ડની દુકાન ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

પોલીસે તપાસ હાથ ધરતા ટ્રકમાંથી ઉતારવામાં આવી રહેલી અખાધ ગોળની 947 પેટી જેની કિંમત રૂપિયા રૂ.2 લાખ 93 હજાર 650નો મુદ્દામાલ મળી આવતા પોલીસ દ્વારા અખાધ ગોળનો જથ્થો સીલ કરી એફએસએલ માટે સેમ્પલ લઇ પૃથકરણ માટે મોકવામાં આવ્યાં હતાં અને માર્કેટયાર્ડની દુકાન નં 110નાં માલિક વિનોદકુમાર સુંદરલાલ ભોજાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here