- Advertisement -
પાટણ હારીજના જાસ્કામાં એક યુવાનને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. સામાજિક પ્રસંગ દરમિયાન પાણી મોટર ચાલુ કરવા માટે આ યુવાન ગયો હતો.આ દરમિયાન યુવાનને કરંટ લાગ્યો હતો.
યુવકના મોતથી સામાજિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.યુવકને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું હતુ.જેથી તેના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાઇ હતી.