પાટડી : અગરિયાઓને રણમાં મીઠું પાણી પહોંચાડવા અંગ્રેજોએ 1872માં તળાવ બનાવ્યું હતું: હજુ પણ વરસાદ ન થતાં જુલાઈમાં કોરુંકટ

0
35

પાટડી: પાટડી તાલુકાના ખારાઘોડા ગામેં બ્રિટિશ હુકુમત સમયે સને 1872માં અંગ્રેજોએ રણમાં મીઠું પકવવાની શરૂઆત કરી મીઠા પર ટેક્સ લાદયો હતો. અંગ્રેજોએ કોઠાસૂઝથી ખારાઘોડા જૂનાગામ ખાતે અંદાજે 1000 એકરમાં ફેલાયેલું વિશાળ નવું તળાવ બનાવ્યું હતુ. ખારાઘોડા સહિત પાટડી, સાવડા, ઓડું અને મીઠાઘોડા એમ પાંચ ગામોને જોડતા આ નવા તળાવમાં અંગ્રેજોએ ડોમ બનાવી આ તળાવનું પાણી છેક રણમાં મીઠું પકવતા અગરિયાઓ સુધી પહોંચાડવામાં આવતું હતુ. ગત વર્ષે ચોમાસામાં રણકાંઠામાં ચિક્કાર વરસાદ ઝીંકાતા આ નવું તળાવ ઓવરફ્લો થવા પામ્યું હતુ. આ વર્ષે આખો જુલાઇ માસ વિતવા છતાં રણકાંઠામાં સમખાવા પુરતો એકાદ ઇંચ જ વરસાદ ખાબકતા અંગ્રેજોએ બનાવેલું 5 ગામોને જોડતું તળાવ ખાલીખમ હોવાની સાથે સૂકુભઠ્ઠ છે. તસવીર : મનિષ પારીક

તળાવની વિશેષતાઓ
ખારાઘોડા, પાટડી, સાવડા, ઓડું અને મીઠાઘોડા ગામોને જોડતું વિશાળ તળાવ
1000 એકરમાં ફેલાયેલું વિશાળ નવું તળાવ
5 ગામોના 3000 ખેડૂતોને પિયતનો લાભ
5000થી વધુ એકર જમીનને પિયતનો લાભ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here