દર્દીઓને એવું ન લાગવુ જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે : ગુજરાત હાઈકોર્ટ

0
5

 કોરોના સંક્રમણ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં અપાઈ રહેલી સારવાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અરજી અંગે હાઈકોર્ટે જણાવ્યું છેકે, દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ. દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે. નોંધનીય છેકે, અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું આવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here