ભાજપમાં પાટીલની નવી ટીમ અઠવાડિયામાં જાહેર થઈ શકે છે, 2022ની વિધાનસભા ચૂંટણીના ટાર્ગેટ સાથે સંગઠનનું માળખું રચાશે

0
14

આગામી અઠવાડિયામાં ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત થાય તેવી શક્યતા છે, વિધાનસભા ની પેટા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પ્રમુખ સી.આર. પાટીલની નવી ટીમ બને તેવી શક્યતા છે.

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળ્યા બાદ ભાજપ હાઇકમાન્ડ એલર્ટ બની ગયું હતું અને 2022ની ચૂંટણીમાં આ બેઠકો પણ ઘટે તો ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ થઈ શકે તેમ હતી, જેથી હાઇકમાન્ડ દ્વારા 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને ચૂંટણી મેનેજમેન્ટમાં માહિર સી.આર.પાટીલને ભાજપ પ્રમુખ બનાવી છુટોદોર આપ્યો હતો, તે સંજોગોમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થતા હવે 2022ની ચૂંટણી માટેની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે,

2022ની ચૂંટણી માટેની તૈયારી સંગઠનની રચના સાથે શરૂ

વિધાનસભાની 2022ની ચૂંટણી માટેની તૈયારી સૌ પ્રથમ સંગઠનની રચના સાથે શરૂ થશે. જેમાં પાટીલની ટીમના સભ્યોને સીધા જ 2022ના લક્ષય સાથે મેદાનમાં ઉતારવામાં આવશે. એટલું જ નહીં ટીમની કામગીરી પણ અતયર થી જ નક્કી થઈ જશે. અગાઉ વિધાનસભાની પેટાચુંટણીની મતગણતરીની પૂર્વ સંધ્યાએ જ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ સંગઠન માં પ્રમુખ પછીની સૌથી મહત્વનો હોદ્દો મહામંત્રીનો ગણાય છે ત્યારે નવી ટીમના મહામંત્રીના નામો આ પણ હોઈ શકે છે.

સૌરાષ્ટ્ર ઝોનમાં ગોરધન ઝડફિયા અને ધનસુખ ભંડેરીના નામની ચર્ચા

ભાજપના નવા સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણીયાનું સ્થાન યથાવત રહી શકે, દક્ષિણ ગુજરાતના મહામંત્રી ભરતસિંહ પરમાર બદલાશે. ઉત્તર ગુજરાતના મહામંત્રી કે.સી પટેલ બદલાશે. તેમના સ્થાને સૌરાષ્ટ્ર ઝોનમાં માટે ગોરધન ઝડફિયા અને ધનસુખ ભંડેરીના નામની ચર્ચા ચાલી રહી છે, સૌરાષ્ટ્ર ભાજપના મહામંત્રી મનસુખ માંડવીયા બદલાશે. ઉત્તર ઝોનના મહામંત્રી તરીકે શંકર સિંહ ચૌધરી, રજની પટેલનું નામ પણ ચર્ચામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here