Saturday, September 18, 2021
Homeપાવાગઢ : મંદિરના નવિનીકરણમાં તૈયાર કરાયેલી દીવાલનો ભાગ ધરાશાયી
Array

પાવાગઢ : મંદિરના નવિનીકરણમાં તૈયાર કરાયેલી દીવાલનો ભાગ ધરાશાયી

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં નવિનીકરણમાં તૈયાર કરાયેલી દીવાલનો ભાગ આજે અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, દીવાલ ખીણ તરફ પડી હોવાથી જાનહાનિ ટળી ગઇ હતી.

દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલો ઉભા થયા

પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઉભી કરવામાં આવેલી દીવાલ આજે ધરાશાયી થઇ ગઇ હતી. આ દીવાલ છાસિયા તળાવ તરફ આવેલા ખીણ વિસ્તાર તરફ ઢસડાઇ પડી હતી. નિર્જન વિસ્તાર તરફ દીવાલ હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થઇ નહોતી. દીવાલ તાજી બનાવવામં આવી હોવાથી આવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે, દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલો ઉભા થયા
દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલો ઉભા થયા

ખીણ તરફના ભાગમાં દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના ટળી ગઇ

પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે ખીણ તરફના ભાગમાં દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના ટળી ગઇ હતી.

દીવાલ ખીણ તરફ પડી હોવાથી જાનહાનિ ટળી ગઇ
દીવાલ ખીણ તરફ પડી હોવાથી જાનહાનિ ટળી ગઇ

આ પહેલા પણ મંદિર પરિસરનો એક ભાગ તૂટી પડ્યો હતો

10 મહિના પહેલા પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાના મંદિર પરિસરનો એક ભાગ તૂટી પડતા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, સદસનીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી અને મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગયુ હતું અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાવી હતી. આ દુર્ઘટનાને પગલે મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની એન્ટ્રી સાવચેતી વધારી દેવામાં આવી હતી.

પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે
પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments