પાવીજેતપુર તાલુકાના કદવાલના સિંગાપુર ફળિયાના યુવા સંગઠન ધ્વરા મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામા આવ્યો..

0
0

પાવી જેતપુર તાલુકાના કદવાલના સીંગાપુરા ફળિયામાં યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી પર્વને લઇ મટકી ફોડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સીંગાપુરા ફળિયાના યુવાનોમા અનેરો ઉત્સાહ જોવો મળિયો હતો અને મટકી ફોડ કાર્યક્રમ કદવાલ ગામના લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા અને આ મટકી ફોડ કાર્યક્રમ રાત્રીના બાર વાગે મટકી ફોડ કાર્યક્રમ પૂર્ણ કરીયો હતો.

તેમજ ડીજે ના તાલે રાસ ગરબા અને આદિવાસી ની ખરી મોજ ટીમલી કહેવાય જેવા સંગીતના તાલે યુવાનો તથા યુવતીઓ ઝૂમી ઉઠી હતી અને ડીજેના અવાજથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે આ પર્વને લઇ ને નાના નાના ભૂલકાઓ પણ પર્વની ઉજવણી કરવાનું ચુક્યા ન હતા અને આ પાવન પર્વ ને લઇ ને નાના ભૂલકાંઓ અવનવા વેશમા જોવા મળ્યા હતા.

રિપોર્ટર : ઈરફાન મકરાણી, CN24NEWS, કંદલાવ, છોટા ઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here