Sunday, September 19, 2021
Homeપવન કલ્યાણ સ્ટારર 'વકીલ સાબ'એ કોરોનાકાળમાં બોક્સ ઓફિસ પર લગાવ્યો માસ્ટરસ્ટ્રોક
Array

પવન કલ્યાણ સ્ટારર ‘વકીલ સાબ’એ કોરોનાકાળમાં બોક્સ ઓફિસ પર લગાવ્યો માસ્ટરસ્ટ્રોક

પવન કલ્યાણ સ્ટારર ‘વકીલ સાબ’એ કોરોનાકાળમાં પણ બોક્સ ઓફિસ પર માસ્ટરસ્ટ્રોક લગાવ્યો છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ‘આ વિજય તથા વિજય સેતુપતિ સ્ટારર ‘માસ્ટર’નો રેકોર્ડ તોડીને લૉકડાઉન પછીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે. આ ફિલ્મે ભારતભરમાં 38-39 કરોડની કમાણી કરી છે.

‘માસ્ટર’ જેટલું કલેક્શન માત્ર આંધ્ર પ્રદેશમાં

આ રિપોર્ટ પ્રમાણે, લોકેશ કનગરાજના ડિરેક્શનમાં બનેલી ‘માસ્ટર’એ પહેલાં દિવસે 35 કરોડની કમાણી કરી હતી. વેણુ શ્રીરામના ડિરેક્શનમાં બનેલી ‘વકીલ સાબ’એ માત્ર આંધ્રપ્રદેશમાંથી આટલી કમાણી કરી લીધી છે. અહીંયા 100% ક્ષમતા સાથે થિયેટર ખુલ્યા છે.

તેલુગુની ટોપ 5 હાઈએસ્ટ ગ્રોસર્સમાં સામેલ

‘વકીલ સાબ’ તેલુગુ સિનેમાની ટોપ 5 હાઈએસ્ટ ગ્રોસર્સમાં સામેલ થઈ છે. ‘બાહુબલી 1 તથા 2’, ‘નરસિમ્હા રેડ્ડી’, ‘સાહો’ ટોપ 5માં સામેલ છે.

અમિતાભ બચ્ચન સ્ટારર ‘પિંક’ની રીમેક
‘વકીલ સાબ’ અમિતાભ બચ્ચન તથા તાપસી પન્નુ સ્ટારર ‘પિંક’ની તેલુગુ રીમેક છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ‘વકીલસાબ’માં અમિતાભનો રોલ પવન કલ્યાણે પ્લે કર્યો છે. પ્રકાશ રાજ પણ મહત્ત્વના રોલમાં છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments