પવાર અર્ધ સત્ય બોલી રહ્યા છે, કોઇ પણ કિંમત પર સરકાર બચાવવા માંગે છે : દેવેન્દ્ર ફડણવીસ

0
2

NCP નેતા શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ બાદ મહારાષ્ટ્રનાં પુર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહારાષ્ટ્રની ઉધ્ધવ સરકાર અને એનસીપી શરદ પવાર પર નિશાન સાધ્યું, તેમણે કહ્યું કે શરદ પવારનું તે પણ કહેવું છે કે સચિન વાઝેની પોલીસ ફોર્સમાં પુન:નિમણુક એ પરમબીર સિંહની કમિટિએ આપી હતી તે અર્ધ સત્ય છે, શું સરકારને નિયમો અંગે માહિતી ન હતી, સરકાર ઉંઘી રહી હતી, કોઇ સસ્પેન્ડેડ શખસને પોલીસનાં ટોચનાં પદ પર નિમણુક કરવામાં આવે છે, સરકારનાં આશિર્વાદ વિના આ થઇ ન શકે, તેમણે કહ્યું કે આ કેસમાં ડિજીપીની તપાસ પુર્વ કમિશનર કઇ રીતે કરી શકે છે, ખરેખર તો શરદ પવારે કહ્યું કે આ સમગ્ર પ્રકરણની તપાસ જૂલિયો રિબેરો પાસે કરાવવામાં આવે, જૂલિયો રિબેરો મહારાષ્ટ્રનાં ચર્ચિત અને બેદાગ છબી ધરાવતા ઓફિસર રહી ચુક્યા છે.

ફડણવીસે કહ્યું કે શરદ પવાર જે બોલી રહ્યા છે તે અર્ધસત્ય છે. પરમબીરની સમિતિએ વાઝેને ચોક્કસપણે પોલીસમાં શામેલ કર્યા, પરંતુ તે મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનના કહેવાથી જ થયું છે. શરદ પવાર આ કહેવાનું ભૂલી ગયા. રિબેરો પાસે તપાસ કરાવવાની બાબતે ફડણવીસે કહ્યું કે સવાલ એ છે કે તપાસ પરમબીર સિંહની થશે કે સમગ્ર ઘટનાની તપાસ કરાવવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફડણવીસે કહ્યું કે પોલીસનાં ડીજીપી રહી ચુકેલા સુબોધ જયસ્વાલે સરકારને એક રિપોર્ટ આપ્યો હતો, કે પોલીસનાં ટ્રાન્સફર અને પ્રમોશનમાં ઘણા પૈસાની લેવડદેવડ થઇ રહી છે, આ રિપોર્ટ મુખ્ય પ્રધાન પાસે ગયો. આ રિપોર્ટ મુખ્ય પ્રધાન બાદ ગૃહ પ્રધાન પાસે પણ ગયો હતો અને ત્યારબાદ પણ આ અહેવાલ પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સુબોધ જયસ્વાલ જેવા પ્રમાણિક અધિકારી, જેમણે મહારાષ્ટ્રથી કેન્દ્રમાં ડેપ્યુટેશન લીધું. હવે તે દિલ્હીમાં સીઆઈએસએફના વડા છે, તેમણે આ અહેવાલ આપ્યો. ત્યાં ટ્રાન્સફર અને બઢતીનું કૌભાંડ ચાલી રહ્યું હતું જેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મહારાષ્ટ્ર સરકારમાં ગૃહ પ્રધાન અને તેમની ઓફિસનું નામ આવી રહ્યું છે.

ગૃહ પ્રધાન રાજીનામું આપે

તેમણે કહ્યું કે જ્યાં સુધી અનિલ દેશમુખ ગૃહ પ્રધાન પદ પર છે, ત્યાં સુધી સમગ્ર કેસની તપાસ થઇ શકશે નહીં. તેથી દેશમુખનું રાજીનામું જરૂરી છે. સવાલ એ પણ છે કે મહારાષ્ટ્રનું ગૃહ મંત્રાલય કોણ ચલાવે છે? ગૃહ પ્રધાન કે શિવસેનાનાં પ્રધાન, શિવસેનાના પ્રધાન અનિલ આ કેસ અંગે જવાબ એ રીતે આપી રહ્યા હતા, જાણે એવું લાગી રહ્યું છે કે તેઓ ગૃહ મંત્રાલય ચલાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા 6 મહિનામાં વાઝેની કાર કોણે ચલાવી તેની પણ તપાસ થવી જોઇએ. જ્યા સુંધી આ કેસની તપાસ શરૂ ન થાય અને ગૃહ પ્રધાનના રાજીનામું નહીં આપે ત્યાં સુધી BJPનું આંદોલન ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here