Wednesday, September 28, 2022
Homeદેશબેંગલુરુમાં CM બોમ્બઇના વિરુદ્વ લાગ્યા 'Pay CM'ના પોસ્ટર

બેંગલુરુમાં CM બોમ્બઇના વિરુદ્વ લાગ્યા ‘Pay CM’ના પોસ્ટર

- Advertisement -

બેંગલુરુના રસ્તાઓ પર કર્ણાટકના સીએમ બોમાઈ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં અંગ્રેજીમાં Pay CM નું લખાણ છે. પોસ્ટરની સાથે QR કોડની સાથે ઓનલાઈન પેમેન્ટ સાઇટનું નામ પણ લખેલું છે. આ સાથે જ પોસ્ટરની વચ્ચે મુખ્યમંત્રીની તસવીર લગાવવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે, અહીં 40 ટકા પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.

આ પોસ્ટર એવા સમયે સામે આવ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી રાજ્યની બોમાઈ સરકાર પર ભ્રષ્ટાચારને લઈને સતત પ્રહારો કરી રહી છે. પ્રશાસનને આ પોસ્ટરો લગાવવાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular