મસ્કરા લગાવતી વખતે ખાસ રાખો આ વાતોનું ધ્યાન, સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ

0
0

મસ્કરાથી આઇ મેકઅપને સરસ લુક મળે છે. તેમજ તેનાથી આંકો એટ્રેક્ટિવ નજરે પડે છે. પરંતુ ખાસ કરીને મસ્કરા લગાવતા સમયે મહિલાઓ કેટલીક ભૂલો કરે છે. જેનાથી આઇ મેકઅપ લુક પરફેક્ટ મળી શકતો નથી અને આ ભૂલ તમારી સુંદરતા પર ડાઘ સમાન લાગે છે. તો ચાલો જોઇએ મસ્કરા લગાવવાની યોગ્ય ટેકનીક. જે તમારી આંખોને સુંદર અને એટ્રેક્ટિવ બનાવવામાં ખૂબ ઉપયોગી છે.

મસ્કરા લગાવવાની સહેલી ટિપ્સ

ખાસ કરીને મહિલાઓ મસ્કરા લગાવતા સમયે તેમની પાંપણને ઉપર કરી લે છે. જે ખોટી રીત છે. હંમેશા મસ્કરા લગાવતા સમયે પાંપણને નીચેની તરફ રાખો. એવું કરવાથી મસ્કરા પાંપણ પર સહેલાઇથી લાગી જશે.

પાંપણને ભરાવદાર બનાવવા માટે મસ્કરાનો એક કોટ લગાવો. ત્યાર પછી પાંપણ પર હળવો બેબી પાઉડર લગાવી લો. હવે મસ્કરાનો બીજો કોટ લગાવો, તેનાથી આઇ લેશેજ વધારે ભરાવદાર અને સુંદર દેખાશે. પાઉડરનો ઉપયોગ કરવાથી મસ્કરા લોન્ગ લાસ્ટિંગ પણ રહે છે.

આંખોને વધારે સુંદર બનાવવા માટે બે અલગ-અલગ રંગના મસ્કરાનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે બ્લૂ અને બ્લેક કલરના મસ્કરા ઉપયોગ કરો. મસ્કરા લગાવવા માટે લેશેજ પર પહેલા બ્લૂ મસ્કરાનો એક કોટ લગાવો અને ત્યાર બાદ તેની ઉપર બ્લેક કોટ લગાવો તેનાથી આઇલેશેજ વધારે સુંદર લાગશે.

અંતમાં જ્યારે મસ્કરા યોગ્ય રીતે સૂકાઇ જાય તો ઇયરબડની મદદથી પાંપણ પરથી વધારાના મસ્કરા હટાવી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here