હ્રદયને સ્વસ્થ રાખવા માટે આહારમાં આ વાતનું ખાસ ધ્યાન રાખો

0
4

ભારતમાં હ્રદયની બિમારીનાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્રો છે. હ્રદયની બિમારી દરેક વર્ગનાં લોકોને હવે થઇ રહી છે.

લોકોની ખરાબ લાઇફ સ્ટાઇલ, તણાવ, અનિયમીત ખાનપાન અને કસરત કે વ્યાયામનો અભાવ જેવા કારણોને લીધે ભારતમાં આ બિમારી ખૂબ વધી રહી છે. જેના કારણે બિજા અન્ય રોગો કરતા હ્રદયની બિમારીથી થતાં મૃત્યુનો દર વર્ષે વધી રહ્રો છે. (અથવા વાર્ષિક રીતે વધી રહ્રો છે) હાર્ટ ફેલીયર એટલે કે હ્રદય શરીરમાં જરૂરીયાત મુજબ લોહીનું પંપીગ કરી શકતું નથી. જેથી શરીરમાં ઓક્સિજનનાં અભાવને કારણે મૃત્યુ પણ થઇ શકે છે.

હ્રદય શરીરનું મહત્વનું અંગ છે અને તેની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. હ્રદયની કાળજી માટે ખાણી-પીણીની આદતો એટલે આહારમાં ધ્યાન રાખવું અતી આવશ્યક છે. જે વસ્તુઓ આપણાં શરીર માટે ઉપયોગી છે તેનો પોતાના આહારમાં સમાવેશ કરવો જોઇએ. તો આવો જોઇએ પોતાના હ્રદયની કાળજી કઇ રીતે લઇ શકાય.

1. આહારમાં મીઠાનો ઉપયોગ ઘટાડવો
સૌપ્રથમ મીઠાનાં ઉપયોગની માત્રા ઘટાડવાથી તમે પોતાનાં હ્રદયની સુરક્ષામાં વધારો કરી શકો છો. રસોઇ બનાવતા સમયે ભોજનને બાફવું, શેકવું, સ્ટીમ કરવું અથવા ગ્રીલ કરીને મીઠાંનો નહીવત ઉપયોગ કરી શકો છો. ભાત, પાસ્તા અથવા અનાજને ઉકાળતી વખતે પાણીમાં મીઠું ઓછું નાખવું. ભોજનની સાથે તમે કાંદા, સલાડ અથવા ટમેટાનો ઉપયોગ કરી વાનગીનો સ્વાદ વધારી શકો છો.

 

2. હ્રદયની માવજત કરવા તાજા ફળને આહારમાં સામેલ કરો
પોતાના આહારમાં ફ્રેશ ફ્રુટ્સ અને લીલા શાકભાજીનો ઉપયોગ વધારો. બંધ ડબ્બા એટલે કે પેક ફુડ્સનો ઉપયોગ ટાળો. આહારમાં ઓછી મસાલેદાર વાનગીઓ આરોગો, કારણ કે મસાલેદાર વાનગીઓ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. શરીરમાં પોષક તત્વોની ઉણપને ઘટાડવા માટે આહારમાં હબ્સનો ઉપયોગ વધારવો જોઇએ. જેથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે.

3. ફુડ પેકેટ ખરીદતી વખતે તેના લેબલ ચોક્કસથી ચકાસો
ખાવા પીવાની વસ્તુઓ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે તેમાં 350 મીલીગ્રામથી વધારે સોડીયમ ન હોય. શરીર માટે જરૂરી પોષક તત્વ આહારમાં હોવું જોઇએ. ખાણીપીણીની વસ્તુઓમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ કેટલું છે તેની જાણકારી હોવી આવશ્યક છે. હ્રદયની કાળજી માટે દિવસમાં બે થી ત્રણ ચમચી ઘી અને ચાર થી પાંચ ચમચી તેલનો ઉપયોગ કરવો.

 

4. આહારમાં મસાલાઓનો નહીંવત વપરાશ
મીઠું, મરચું અને તળેલી વાનગીઓ પોતાના આહારમાં ઓછી રાખો અથવા તેનાથી પરેજી કરો.

5. નશો ન કરવો
કોઇ પણ નશાકારક વસ્તુ કે તેની આદત હ્રદય માટે ઘણી જ નુકસાન કારક છે. ધુમ્રપાન, દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઇએ.

6. તેલ અને ઘીનો વપરાશ ઘટાડવો
આહારમાં ઘી, માખણ(બટર) જેવી વસ્તુઓનું સેવન ખૂબ જ ઓછું કરવું જોઇએ. આંબળા, મુરબ્બો અથવા લસણનો આહારમાં ઉપયોગ કરવો જોઇએ.

7. સ્ટ્રોગ ફુડનો આહારમાં સમાવેશ કરવો
હ્રદની બિમારી ધરાવનાર વ્યક્તીઓએ પોતાનાં આહારમાં દૂધ, જવ, બદામ, ટામેટા, ચેરી, માછલી, બીટ, ગ્લુકોઝ વગેરે ખૂબ ફાયદાકારક હોવાથી સમાવેશ કરવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here