Thursday, August 5, 2021
No menu items!
Homeસર્વ પિતૃ અમાસ આ રીતે પિતૃઓને કરો તર્પણ, શ્રાદ્ધ કર્મ કરી પિતૃ...
Array

સર્વ પિતૃ અમાસ આ રીતે પિતૃઓને કરો તર્પણ, શ્રાદ્ધ કર્મ કરી પિતૃ ઋણ ચુકવો

પિતૃ અમાસે શ્રાદ્ધ વિધિ કરવાથી ફક્ત જળ અર્પણ કરશો તો પણ પિતૃઓ તર્પણ થાય છે. વિશેષ તર્પણ સર્વ પિતૃ મોક્ષ અમાસના દિવસે કરી શકાય. આમ તો દરેક મહિનામા આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે. પણ અશ્વિનની અમાસ એટલે કે ભાદરવી અમાસ પિતૃ માટે પરમ ફળદાયી છે. આ અમાસના રોજ પિતૃવિસર્જનની અમાસ અથવા મહાલયા કહેવામાં આવે છે.

જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ જ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે.

શ્રાદ્ધપ્રકાશ નામક ગ્રંથમાં દર્શાવ્યા મુજબ મઘ્યાન્હ સમયે જે તિથિ હોય તે દિવસે તે તિથિનું શ્રાદ્ધ કર્મ કરવું. સર્વપિતૃ અમાસ એટલે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું મહત્વનું અને પુણ્યશાળી પર્વ. સર્વપિતૃ અમાસ એટલે શ્રાદ્ધકર્મ માટેનો શ્રેષ્ઠ દિવસ. હર એટલે ભગવાન શિવ અને હરિ એટલે ભગવાન વિષ્ણુ. હર અને હરિની ભકિત, ઉપાસના અને ધર્મકાર્ય, શ્રાદ્ધકર્મ કરવાનો એક વિશેષ દિવસ છે.

તર્પણ માટેની સામગ્રી
તર્પણ માટે જે પાત્ર લો એ ત્રાંબાનો કે પીત્તળનો હોય તો વધારે સારૂ ફળ આપશે. ચોખા, કુશ, કળશ,દીપક,તલ સ્વચ્છ વસ્ત્ર, જળ રાખીને પિતૃઓને તર્પણ કરો.

આ દિવસે પિતાને, દાદાને, પરદાદાને, માંને, દાદીને, પરદાદીને, પત્નીને, પુત્ર-પુત્રી, સગા ભાઈને , ફોઈને, માસી અને મામાને તેમજ સગી બહેનને તર્પણ કરવાથી મુક્તિ મળશે. પિતૃ તર્પણ કરીને વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments