Friday, August 6, 2021
Homeપાયલે રાષ્ટ્રપતિને અનુરાગ વિરુદ્ધના યૌન શોષણ કેસમાં દખલ દેવા માટે કહ્યું, બોલી...
Array

પાયલે રાષ્ટ્રપતિને અનુરાગ વિરુદ્ધના યૌન શોષણ કેસમાં દખલ દેવા માટે કહ્યું, બોલી આરોપી પ્રભાવશાળી છે, તપાસમાં કોઈ ડેવલપમેન્ટ નથી થઇ રહ્યું

એક્ટ્રેસ પાયલ ઘોષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લેટર લખીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ તેણે કરેલા કેસમાં દખલ કરવાની માગ કરી છે. પાયલે સોમવારે તે લેટરની કોપી તેના ટ્વિટરર પર શેર કરી છે. તેમાં પાયલે કહ્યું કે અનુરાગ વિરુદ્ધ કેસની તપાસ યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. તેણે રાષ્ટ્રપતિ પાસેથી ન્યાયની માગણી કરી અને કહ્યું કે આ કેસમાં તેમણે હસ્તક્ષેપ કરવો જોઈએ.

આરોપી જાહેરમાં ફરી રહ્યો છે, હું ન્યાય માટે ભટકી રહી છું

લેટરમાં પાયલે લખ્યું, હું એક પીડિતા છું અને મેં વર્સોવા પોલીસ સ્ટેશનમાં રેપ કેસ ફાઈલ કરાવ્યો છે. આરોપીએ મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ આપવાની વાત કહીને મને ઘરે બોલાવી હતી. ત્યારબાદ તેણે મારી સાથે ખરાબ કૃત્ય કર્યું. મેં 22 સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ હજુ સુધી તપાસ આગળ વધી નથી. આરોપી ઘણો પ્રભાવશાળી વ્યક્તિ છે અને એટલે પોલીસ અધિકારી તેને અરેસ્ટ કરી રહ્યા નથી. હું કહેવા ઈચ્છું છું કે જે ગુનાઓ વિશે મેં ઉલ્લેખ કર્યો છે તેને કોઈ ગરીબ વ્યક્તિએ અંજામ આપ્યો હોત તો તેને તરત પકડી લેવામાં આવત. પોલીસ તેને તે જ દિવસે અરેસ્ટ કરી લેત. પરંતુ મારા કેસમાં આરોપી પ્રભાવશાળી છે અને તે જાહેરમાં ફરી રહ્યો છે. અને, એક પીડિતા હોવા છતાં હું હાથ જોડીને ન્યાય માટે દરેક દરવાજો ખખડાવી રહી છું. આ સ્થિતિમાં હું તમને વિનંતી કરું છું કે મારા કેસમાં હસ્તક્ષેપ કરો અને મને ન્યાય અપાવવામાં મારી મદદ કરો.

માનહાની કેસમાં ખાસ શરતો પર પાયલ માફી માગશે

બીજી તરફ પાયલ વિરુદ્ધના માનહાની કેસમાં તેના વકીલે હાઇકોર્ટમાં તેનો જવાબ રજૂ કરી દીધો છે. આ કેસ રિચા ચઢ્ઢાએ ફાઈલ કર્યો છે. પાયલના વકીલે કહ્યું કે એક્ટ્રેસ ખાસ શરતો હેઠળ જ રિચાની માફી માગવા તૈયાર છે. તે પહેલાં પાયલના વકીલે કહ્યું હતું કે તે માફી માગવા માટે તૈયાર છે. પણ પાયલે તે જ દિવસે ટ્વિટર પર આ વાતને નકારી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments