Sunday, November 28, 2021
Homeઅનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનાર પાયલ ઘોષે કહ્યું, મારો પરિવાર મુસ્લિમના...
Array

અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનાર પાયલ ઘોષે કહ્યું, મારો પરિવાર મુસ્લિમના હાથનું પાણી પણ પીતો નથી

અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકીને ચર્ચામાં આવનાર પાયલ ઘોષે હાલમાં જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘મારો પરિવાર મુસ્લિમના હાથનું પાણી પણ પીતો નથી અને તે લોકો TMC સપોર્ટર છે. જોકે, મુંબઈ આવ્યા બાદ મારું મન બદલાઈ ગયું હતું.’ સોશિયલ મીડિયા યુઝર્સ પાયલને આ પોસ્ટ પર ટ્રોલ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આવી કમેન્ટ્સ કરી

એક યુઝરે કહ્યું હતું, ‘તમારા ઘરના લોકો ભેદભાવ કરે છે, જે બકવાસ લોકોની ઓળખ છે.’ અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘મુસ્લિમના હાથનું પાણી નથી પીતા, પરંતુ ગૌમૂત્ર તથા ગોબર ખાય છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘મુસ્લિમના હાથનું પાણી ખારું લાગે છે?’

ધર્મ નહીં, ઈરાદો મહત્ત્વનો છેઃ પાયલ

આ પહેલાં પાયલે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં #OnYourFace લખીને કહ્યું હતું, ‘સારા અને ખરાબ લોકો બંને (હિંદુ-મુસ્લિમ)માં છે. ઈરાદો મહત્ત્વનો છે. તેને સ્પષ્ટ રીતે સાંભળો. મારા અનેક મુસ્લિમ મિત્રો મને રાત-દિવસ મદદ કરે છે. હું પણ તેમની મદદ કરું છું. બેરોજગારીએ તમને આ ઘટનાઓ માટે પ્રેરિત કર્યાં છે. ધર્મ નહીં, ઈરાદા મહત્ત્વના છે.’

હાલમાં જ ભારત રત્ન ડૉ.આમ્બેડકર અવોર્ડ મળ્યો

પાયલે થોડાં દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં ભારત રત્ન ડૉ. આમ્બેડકર અવોર્ડ મળ્યો હોવાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અવોર્ડ મેળવીને ઘણો જ આનંદ થયો. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ પર યોજાયેલ સેરેમનીમાં હું હાજરી ના આપી શકું. હાર્ડ વર્ક માટે લાંબો સમય મહેનત કરવી પડે છે. હું ઈચ્છું છું કે યુવાનો પણ આ વાતને માને. આ પ્રકારની ક્ષણો મને વિનમ્ર બનાવે છે.’

રામદાસ અઠાવલેની પાર્ટીમાં જોડાઈ છે

પાયલ ઘોષે ઓક્ટોબરમાં NDAના સાથી પક્ષ તથા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-A (RPI) જોઈન કરી હતી. મહિલા વિંગની પાયલ વાઈસ પ્રેસિડન્ટ છે. પાયલે અનુરાગ કશ્યપ પર #MeToo હેઠળ રેપનો આક્ષેપ મૂક્યો ત્યારથી કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એક્ટ્રેસને સપોર્ટ કરે છે. પાયલ મંત્રી સાથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળવા ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments