રેપ કેસમાં પાયલ ઘોષની ધમકી : પોતાના આરોપોને ખોટા કહેતા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે, પાયલે કહ્યું,………………..

0
7

અનુરાગ કશ્યપ પર રેપનો આરોપ મૂકનારી એક્ટ્રેસ પાયલ ઘોષ હવે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે જે લોકો હકીકત જાણ્યા વગર જ તેના આરોપોને ખોટા કહી રહી છે. એક્ટ્રેસે ટ્વીટમાં લખ્યું કે, ‘હું તે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવવા જઈ રહી છું, તેમણે હકીકત જાણ્યા વગર જ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. સમન માટે તૈયાર રહેજો. જ્યારે કાયદા મૂર્ખતા માટે આટલા સરળ છે તો ચાલો ગેમ રમીએ..’

‘બોલિવૂડ અભણ લોકોથી ભરેલું છે’

પાયલે આગળ ટ્વીટમાં લખ્યું કે, ‘બોલિવૂડ મગજ વગરના અને અભણ લોકોથી ભરેલું છે. તેમના એજન્ડામાં જે વાત બેસે છે તેમને જ સાચી માની લે છે. તમે મૂર્ખ લોકો સાથે ના લડી શકો. જો કે, પાયલે ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી.’

2013માં કશ્યપે રેપ કર્યો હતો?

22 સપ્ટેમ્બરે પાયલ ઘોષે વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ ફાઈલ કર્યો હતો. તેનો આરોપ છે કે, અનુરાગે વર્ષ 2013માં વર્સોવામાં કરી રોડ પર એક લોકેશન પર રેપ કર્યો હતો. 8 ઓક્ટોબરે આ મામલે અનુરાગની આશરે 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

ફિલ્મમેકરે પોલીસને કહ્યું હતું કે, પાયલના દરેક આરોપ ખોટા અને પાયાવિહોણા છે. તેમાં કોઈ હકીકત નથી. આ મારા વિરુદ્ધ ષડયંત્ર છે. જો કે, પોલીસે પૂછ્યું કે તેમની વિરુદ્ધ કોણ અને કેમ ષડયંત્ર કરી રહ્યું છે તો તેનો જવાબ આપ્યો નહોતો.
​​​

અનુરાગની સાઈડમાં બોલિવૂડ સેલેબ્સ

પાયલ ઘોષના આરોપ પછી અનુરાગ કશ્યપને ઘણા બોલિવૂડ સેલેબ્સનો સપોર્ટ મળ્યો હતો. તાપસી પન્નુએ ટ્વીટમાં કશ્યપને સૌથી મોટા ફેમિનિસ્ટ કહ્યા હતા. તો ડિરેક્ટર અનુભવ સિન્હાએ પાયલ ઘોષ પર #MeToo કેમ્પેનનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here