બંધ થઈ ગઈ પેમેન્ટ બેન્ક, જલ્દીથી પૈસા ઉપાડી લો નહીંતર પસ્તાવું પડશે

0
31

ભારતીય રિઝર્વ બેંકે વોડાફોન m-Pesaનું લાઈસન્સ રદ કરી દીધું છે. RBIએ કરેલી આ કાર્યવાહી બાદ હવે વોડાફોન m-Pesa પોતાના બિઝનેસને ચાલું રાખી શકશે નહીં. m-Pesa પાસે હવે એ અધિકાર નહીં હોય કે, તે પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટના આધારે પેમેન્ટની સેવા આપી શકે. આરબીઆઈએ મંગળવારના રોજ આ જાણકારી આપી છે.

3 વર્ષની અંદર કરી શકશો ક્લેમ સેટલમેન્ટ

જો કે, m-Pesaના ગ્રાહકો અને મર્ચન્ટ્સ POS અંતર્ગત વેલિડ ક્લેમ કરી શકે છે. તેમની પાસે એ અધિકાર હશે કે, તેઓ લાઈસન્સ કેન્સલ કર્યાના 3 વર્ષની અંદર કંપની પાસેથી પોતાનું ક્લેમ સેટલમેન્ટ કરવાનો દાવો કરી શકે છે. વોડાફોને આ મામલે કહ્યું કે, તેમણે જાતે જ આ સેવા બંધ કરવા માટે RBIને કહ્યું હતું.

RBIએ 11 પેમેન્ટ બેંકોને આપ્યા હતા લાઈસન્સ

જણાવી દઈએ કે, ગત વર્ષે વોડાફોન-આઈડિયાએ પોતાના m-Pesa બિઝનેસને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ અગાઉ આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કર્યું હતું. આ પેમેન્ટ બંધ થયા બાદ વોડાફોન અને આઈડિયા મર્જ થયું હતું. આરબીઆઈએ વર્ષ 2015માં લગભગ 11 પેમેન્ટ બેંકને લાઈસન્સ આપ્યા હતા. વોડાફોન m-Pesa પણ તેમાંનું એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here