અમેઝોન અને જિયો માર્ટ બાદ ડિજિટલ વ્યવસાય માટે પેટીએમ મોલે 10,000 કરિયાણાની દુકાનોની સાથે પાર્ટનરશીપ કરી,

0
6

નવી દિલ્હી. પેટીએમ મોલએ 10,000થી વધુ કરિયાણા સ્ટોર્સ, નાની દુકાનો અને હાઈપરલોકલ ડિલીવરી માટે દુકાનદારો સાથે પાર્ટનરશીપ કરવાની જાહેરાત કરી છે. કંપની છેલ્લા થોડા સપ્તાહમાં તેના હાઈપર લોકલ ઓપરેશન્સને વધારવા માટે રોકાણ કરી કરી રહી છે અને હવે સમગ્ર દેશના 100થી વધુ શહેરોમાં કરિયાણાની જરૂરી સામગ્રીની ડિલીવરી કરશે. અગામી થોડા સપ્તાહમાં પેટીએમ તેને બીજા અન્ય શહેરો સુધી પહોંચાડવાની યોજના બનાવી રહ્યું છે.

અમેઝોન અને રિલાયન્સની દિશામાં પેટીએમ

તાજેતરમાં જ અમેઝોન અને વોલમાર્ટના સ્વામિત્વ વાળી ફ્લિપકાર્ટે પણ આ પ્રકારની યોજનાની જાહેરાત કરી છે. જ્યારે રિલાયન્સ જિયો માર્ટની વોટ્સઅપની સાથેની પાર્ટનરશીપ પણ આ દેશમાં ભરવામાં આવેલું એક પગલું છે. હવે મહામારી દરમિયાન ઈ-કોમર્સ ફાર્મની વચ્ચે વધતી સ્પર્ધમાં પેટીએમ મોલ પણ સામેલ થઈ રહ્યો છે.

નાના દુકાનદારો ડિજિટલ લેવડ-દેવડમાં સક્ષમ બનશે

પેટીએમએ કહ્યું કે અમારો ઉદેશ્ય પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી દૂર-દૂરના ઈચ્છુક ગ્રાહકોને પડોશના ઓફલાઈન સ્ટોર્સ સાથે જોડવાનો છે. કોવિડ-19 મહામારી સંકટ દરમિયાન દુકાનદારો, હેરાન એસએમઈ વ્યવસાયોની મદદ માટે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે. તેનાથી નાના દુકાનદારોને ડિજિટલ લેવડ-દેવડમાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસ મહામારી દરમિયાન ગ્રોસરી સહિત અન્ય પ્રોડકટ્સની માંગ વધી છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલે લોકો બહાર નીકળવાથી બચી રહ્યાં છે અને ઓનલાઈન ઓર્ડર પર વધુ ભાર આપી રહ્યાં છે. કંપની સમગ્ર દેશના નાના સ્ટોર્સને ડિજિટલ કારોબાર કરવાની તક આપવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here