Tuesday, December 7, 2021
Homeવડોદરા : સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ઓડી કારમાં સરઘસ કાઢનાર...
Array

વડોદરા : સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ઓડી કારમાં સરઘસ કાઢનાર હત્યાના આરોપીની PCBએ ધરપકડ કરી

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જામીન ઉપર છૂટેલા હત્યાના આરોપીએ 20 દિવસ અગાઉ પોતાના વિસ્તારમાં ઓડી કારમાં પોતાના મિત્રો સાથે રેલી કાઢીને પોલીસ તંત્રની આબરૂના લીરેલીરા ઉડાવ્યા હતા. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલે PCBએ જાહેરનામા ભંગના ગુનામાં હત્યાના આરોપી સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહારની ધરપકડ કરી છે.

વડોદરાના કલાદર્શન ચાર રસ્તા પાસે કાર ઓવરટેક કરવા મુદ્દે યુવાનની હત્યા થઇ હતી

23 ફેબ્રુઆરીના રોજ વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કારનો ઓવરટેક કરવા બાબતે કેવલ ઉર્ફ દેવલ જાદવને ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં પાણીગેટ પોલીસે સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહાર (રહે. શીતળા માતાનો ખાંચો, વારસીયા) સહિત 6 હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદમાં તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

પોલીસે હત્યાના આરોપીના સાગરીતોની આ પહેલા ધરપકડ કરી હતી

આ હત્યાના બનાવમાં કોર્ટે 4 જૂનના રોજ સુરજ ઉર્ફ ચુઇ કહારને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપી જામીન ઉપર મુક્ત થયા બાદ તેના સાગરીતો ઓડી કાર લઇને જેલ ખાતે પહોંચ્યા હતા. અને ત્યાંથી સરઘસ કાઢીને વારસીયા વિસ્તારમાં આવ્યા હતા. વારસીયા વિસ્તારમાં પણ તેનું સરઘસ કાઢ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાંચે સુરજ કહાર સહિત તેના સાગરીતો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે તેની ઓડી કાર પણ કબજે કરવામાં આવી છે. કેટલાક સાગરીતોની ધરપકડ કરી હતી અને હવે PCBએ જાહેરનામા ભંગના ગુનામાં હત્યાના આરોપી સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહારની નર્મદા જિલ્લાના વરાછા ગામમાંથી ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 3 મોબાઇલ જપ્ત કર્યાં છે. આ આરોપી અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પકડાઇ ચુક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments