Friday, March 29, 2024
Homeઅમદાવાદ : PCBએ કૃષ્ણનગરમાં વિદેશી દારૂ વેચતા શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપ્યો...
Array

અમદાવાદ : PCBએ કૃષ્ણનગરમાં વિદેશી દારૂ વેચતા શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપ્યો : મિત્રના ઘરમાં દારૂ છુપાવ્યો હતો.

- Advertisement -

અમદાવાદ શહેરના કૃષ્ણનગર અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસ કરતાં પોલીસ કમિશનર સ્ક્વોડની ટીમનું મજબૂત નેટવર્ક છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના સીધા સુપરવિઝન હેઠળ આવેલી પીસીબીની ટીમે બાતમીના આધારે ઠક્કરબાપાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂનો ધંધો કરતા શખસનો તેના મિત્રના ઘરમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી દીપક પટેલે નરોડાના સત્યપ્રકાશ સોની અને બાપુનગરના જયેશ સોની પાસેથી દારૂ મંગાવી અને તેના સાગરિત મારફતે મિત્રના ઘરમાં છુપાવ્યો હતો.

PCBએ 114 જેટલી બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો
PCBએ 114 જેટલી બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો

 

પીસીબી પીઆઇ એચ.કે સોલંકી અને ટીમને બાતમી મળી હતી કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂનું વેચાણ ઠક્કરબાપાનગરમાં લાભાર્થ સોસાયટીમાં દિપક ઉર્ફે કલાલ પટેલ કરે છે અને તેના મિત્ર પ્રિન્સ સવિતાના ઘરે દારૂ છુપાવ્યો છે જેના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની 114 જેટલી બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને પ્રિન્સની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા દિપક નરોડાના સત્યપ્રકાશ સોની અને બાપુનગરના જયેશ સોની પાસેથી દારૂ મંગાવી અને તેના સાગરિત સોનુ વાઘાડે મારફતે તેના ઘરમાં છુપાવ્યો હતો. ઘરમાં દારૂ છુપાવવા બદલ દિપક ઉર્ફે કલાલને રૂ. 2000 આપતો હતો. પોલીસે પ્રિન્સની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular