રાજસ્થાનના જાણીતા બુટલેગર ભરત ડાંગીએ અમદાવાદમાં મોકલેલો દારૂ PCBએ ઝડપ્યો, એકની ધરપકડ

0
38

રાજ્યમાં દારૂબંધીની વાત વચ્ચે રાજસ્થાનનો બુટલેગર ભરત ડાંગી અમદાવાદ શહેરમાં દારૂ સપ્લાય હજી પણ કરી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ ભરત ડાંગી દારૂ સપ્લાય કરે છે. રાજસ્થાનથી દારૂ ગાડીમાં ભરી તેના માણસો અમદાવાદમાં કઠવાડા રિંગ રોડ પર આવવાના છે તેવી બાતમી પીસીબીની ટીમને મળતા PCBએ વોચ ગોઠવી ઇકો સ્પૉર્ટ ગાડીમાં નાની-મોટી 684 બોટલ અને બિયર બોટલ સાથે એક શખ્સને ઝડપયો હતો. જ્યારે ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. નિકોલ પોલીસે ભરત ડાંગી અને તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવર ભાગવામાં સફળ,એકની ધરપકડ

પીસીબીને બાતમી મળી હતી કે, ભરત ડાંગી અને તેના સાગરીતો અમદાવાદમાં ગાડી ભરી દારૂ મોકલી રહ્યા છે અને એસપી રિંગ રોડ પર કઠવાડા થઈ નરોડા 108 તરફ જવાના છે જેના આધારે રિંગ રોડ પર વોચ ગોઠવતા ગાડી આવી હતી. જેને રોકતા કાર ડ્રાઇવરે ભગાવી હતી. પીસીબીની ટીમે કારનો પીછો કર્યો હતો અને ફિલ્મી સ્ટાઇલે આગળ અને પાછળ કારને ટક્કર મારી કોર્ડન કરી લીધી હતી. દરમ્યાનમાં કારમાં રહેલો ડ્રાઇવર ભાગવામાં સફળ રહ્યો હતો.જ્યારે એક વ્યક્તિ ઝડપાઇ ગયો હતો. કારમાં જોતા 684 દારૂની નાની-મોટી બોટલ અને બિયર પણ મળી આવી હતી. ઝડપાયેલા નરેશ અંસારી નામના શખ્સની પુછપરછ કરતા ભરત ડાંગીએ આ દારૂ ભરી આવ્યો હતો અને અમદાવાદમાં કોને આપવાનો હતો તે ફરાર ડ્રાઈવર સુરેશ જાણતો હતો. પીસીબીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here