અમદાવાદ : કારંજમાં ચાલતા જુગારધામ પર PCBના દરોડા, 9 જુગારીઓની ધરપકડ

0
13
  • કારંજ ખાતે ચલતા જુગારધામમાં PCBના દરોડા
  • પોલીસે 9 જુગારીઓને રંગે હાથ ઝડપ્યા
  • PI એ.ડી.ચાવડાની આગેવાનીમાં PCBએ દરોડા પડ્યા

અમદાવાદ શહેરના કારંજ ખાતે ચલતા જુગારધામમાં PCBએ દરોડો પાડી રૂ. 1,32,160નો મુદ્દા માલ અને 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગુના નિવારણ શાખાના ઈન્ચાર્જ PI એ.ડી.ચાવડાની આગેવાનીમાં PCBએ દરોડા પાડવામાં આવ્યા હતા.

શહેરમાં અનલોક વચ્ચે છુટછાટોના પગલે હવે ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ ધમધમતી થઈ ગઈ છે જેના પગલે પોલીસતંત્ર અને સંબંધિત એજન્સીઓ એલર્ટ બની છે આ દરમિયાનમાં શહેરના કારંજ વિસ્તારમાં કેટલાક દિવસથી જુગારનો અડ્ડો ચાલુ થયો હોવાની બાતમી પીસીબીને મળતા પીસીબીના અધિકારીઓએ ગઈકાલ મોડી સાંજે દરોડો પાડી ૯ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે અને સ્થળ પરથી રૂ.1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કારંજમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રેડો પાડવા માટે પીસીબીના પીઆઈ એ.બી.ચાવડાની આગેવાનીમાં ખાસ ટીમ બનાવવામાં આવી હતી ગઈકાલ રાત્રે આ ટીમે જુગારના અડ્ડાવાળા સ્થળ પર દરોડો પાડતા અંદરનું દ્રશ્ય જાઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં સ્થળ પર કુલ 9 શખ્સોને પર અંગે હાથ ઝડપ્યા હતા.

જેમાં (૧) યુસુફખાન પઠાણ (ર) અબ્દુલ રહેમાન શેખ (૩) શકીલ અહેમદ શેખ (૪) શેબર આલમ રાજપુત (પ)દશરથભાઈ પરમાર (૬) સૈયદઅલી રસુલમીયા (૭) મહેમુદ હુસેન શેખ (૮) મહેબુબ બરીવાલા અને (૯) રફીક રંગરેજનો સમાવેશ થાય છે. આરોપીઓની પુછપરછ કરતા આ તમામ આરોપીઓ જુદા જુદા વિસ્તારમાંથી અહીયા રમવા આવતા હતા પોલીસે સ્થળ પરથી કુલ રૂ.૧.૩ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.