રાજકોટ : માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો, મણે 30થી 40 રૂપિયાનો વધારો, ટેકાના ભાવ કરતા વધુ રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી

0
19

સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. મણે 30થી 40 રૂપિયાનો વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ રૂપિયા મળતા હોવાથી ખેડૂતો ખુશ થયા છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ મગફળીની આવક થઈ રહી છે.

28-30 લાખ જેટલી મગફળીની ગુણીનું વેચાણ થયું

માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે. 20 કિલો મગફળીના ભાવમાં એકંદરે 20થી 40 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને જાડી મગફળીના 20 કિલો લેખે 1000 રૂપિયાથી 1150 સુધીનો ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યો છે. ચીની ખરીદી વધતા ભાવ વધારો મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે એકંદરે ખેડૂતો ને ટેકાના ભાવ કરતા વધુ રૂપિયા મળતા ખેડૂતો હાલ ખુશખુશાલ જણાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 28-30 લાખ જેટલી મગફળીની ગુણીનું વેચાણ થયું છે.

સરકારે મગફળી એક મણના ટેકાના ભાવ 1055 રૂપિયા જાહેર કર્યા છે

છેલ્લા 4-5 દિવસમાં મગફળીની પુષ્કળ આવકો સાથે મગફળીના ભાવોમાં સતત વધારો થયો છે. મગફળીમાં એક મણે 20થી 50 રૂ.નો ભાવ વધારો થયો છે. ચીની ખરીદીના પગલે મગફળીના ભાવમાં વધારો થયાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે મગફળી એક મણના ટેકાના ભાવ 1055 રૂપિયા જાહેર કર્યા છે. ટેકાના ભાવે ખરીદીમાં પેમેન્ટ મોડું મળતું હોય અનેક ખેડૂતો ઓછા ભાવ મળે તો પણ ઓપન માર્કેટમાં મગફળી વેચી દે છે. જો કે, ઓપન માર્કેટમાં મગફળીના ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here