Thursday, March 28, 2024
Homeઆઝાદ ભારતના લાલ કિલ્લા પર ખેડૂતોની ચડાઈ
Array

આઝાદ ભારતના લાલ કિલ્લા પર ખેડૂતોની ચડાઈ

- Advertisement -

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચથી વાતાવરણ તંગ થઈ ગયું છે. ખેડૂતો બેરિકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા છે અને ત્યાં તેમણે ખાલસા પંથનો ઝંડો લહેરાવ્યો છે. ખેડૂતોનું એક ગ્રૂપ ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યું છે. લાલ કિલ્લા પર ચડાઈ કરેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી નીચે ઉતાર્યા છે. બીજી બાજુ ITO પાસે ટ્રેક્ટર પલટી થવાના કારણે એક ખેડૂતનું મોત થયું છે.

અપડેટ્સ…

રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરાયું.

નાંગલોઈમાં ખેડૂતોને રોકવા માટે પોલીસ રસ્તા પર બેસી ગઈ. તેમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ છે. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો.

ગાઝીપુર બોર્ડરથી નીકળેલા કાફલાના કારણે ITO પર ચક્કાજામ થઈ ગયો હતો. અહીં પ્રદર્શનકારીઓએ વાહનો પર પથ્થરમારા પણ કર્યા હતા. સિંધુથી નીકળેલા ખેડૂતોએ પણ ઘણી જગ્યા પથ્થરમારો કર્યો હતો.

મુકરબા ચોક પાસે ખેડૂતો જ્યારે પોલીસે આપેલો રુટ તોડીને ISBT તરફ આગળ વધવા લાગ્યા તો પોલીસે ટિયર ગેસ છોડીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખેડૂતો બેરિકેડ્સ તોડીને આગળ વધ્યા હતા. ખેડૂતોએ પોલીસની ગાડી સહિત DTCની ઘણી બસોના પણ કાચ તોડી નાખ્યા.

ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તેઓ ભડકી ગયા હતા. ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારપછી પોલીસે જે રૂટ આપ્યો હતો તે પણ ખેડૂતોએ ફોલો કર્યો નહીં. ખેડૂતોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. જ્યારે એક જથ્થો ઈન્ડિયા ગેટ પર આગળ વધી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular