બાયડ : ગાબટમાં ખેડૂતોનો મગફળી સળગાવી વિરોધ

0
17

બાયડઃ અરવલ્લી જિલ્લામાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થયેલ પાક માં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અધિકારીઓ દ્વારા માત્ર કાગળ પર સર્વે કરી 33 ટકા કરતા ઓછી નુકસાનીનો રિપોર્ટ કરતાં ખેડૂતોને સહાયથી વંચિત રહેવા નો વારો આવ્યો છે. બાયડના ગાબટમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી મગફળી સળગાવી હોબાળો કર્યો હતો.

ગાબટ તરફના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આ વિસ્તાર માં પાક પૂરેપૂરો નિષ્ફળ ગયો છે. સરકારે પાક નિષ્ફળ બાબતે ખેતીવાડી વિભાગને સર્વે કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ આ વિસ્તારનાખેતરોમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કર્યા વગર પેપર વર્ક કરી 33 % કરતાં ઓછી નુકસાનીનો રિપોર્ટ કર્યો હતો. તંત્રની બેદરકારી ના કારણે ખેતી માટે કરેલ ખર્ચ ક્યાંક નીકળે એવી આશા હતી. જેના કારણે ખેડૂતોએ ખેતરમાં સૂત્રોચ્ચાર કરી મગફળી સળગાવી વિરોધ કર્યો હતો અને ફરી સર્વે કરી યોગ્ય સહાયની માંગ કરી હતી અને જો ફરી સર્વે ના થાયતો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.